ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે હતા. પ્રથમ તેઓએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડામથક ખંભાળીયા ખાતે નવનીર્મીત દ્વારકા જિલ્લા પોલીસ ભવનનું લોકાર્પણ કર્યું હતું. જે અંદાજે 10.65 કરોડના ખર્ચે બનાવવામાં આવેલુ છે. દ્વારકા જિલ્લા પોલીસ ભવન તથા ખંભાળિયા ભાણવડ તાલુકા પંચાયતનુ પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખંભાળિયા માર્કેટયાર્ડ ખાતે સ્ટેજ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં ગુજરાત સરકારના વિવિધ કામોની લોકોને માહિતી આપી હતી. ત્યારબાદ ખંભાળીયાથી હવાઈ માર્ગે અંદાજે સાડા પાંચ કલાકે તેવો દ્વારકા ખાતે પહોંચ્યા હતાં.
મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારકાની મુલાકાતે, શંકરાચાર્ય મહારાજની પ્રતિમાનું કર્યુ અનાવરણ - દ્વારકા ન્યુઝ
દ્વારકાઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી આજે યાત્રાધામ દ્વારકાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. અહીં, પ્રથમ તેમણે દ્વારકાધીશના દર્શન કર્યા અને બાદમાં દ્વારકા દેવસ્થાન સમિતિ તેમજ દ્વારકા મંદિર પુજારી પરિવારે તેમનું સ્વાગત કર્યું હતુ. ત્યારબાદ તેઓએ દ્વારકાધીશ મંદિરની બાજુમાં આદિ શંકરાચાર્ય મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
દ્વારકા પહોંચી પ્રથમ તેઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતાં. દ્વારકા મંદિર ખાતે દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજભાઇ નથવાણી તેમજ દ્વારકાધીશ મંદિર પુજારી પરિવાર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં કેન્દ્ર સરકારની ર્હદય યોજના અંતર્ગત દ્વારકા નગરપાલિકા નિર્મિત આદિ શંકરાચાર્યજીની પ્રતિમાનું લોકાર્પણ વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
મુખ્યપ્રધાને પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે થોડા સમય પહેલા આવેલા કુદરતી આફત વાવાઝોડા સમયે ગુજરાતમાં ખાસ કરીને દ્વારકા વિસ્તારનો બચાવ થયો હતો તેના માટે તેમણે દ્વારકાધીશ ભગવાનનો આભાર માન્યો હતો અને ભાજપ સરકારના વિવિધ કામોની માહિતી આપી હતી.