ગુજરાત

gujarat

ETV Bharat / state

દ્વારકાના ભાણવડ નજીક એતિહાસિક ઘૂમલી મંદિર આસપાસ સફાઈ અભિયાન - ઘૂમલી મંદિર

ભાણવડ નજીક ઐતિહાસિક નગરી તરીકે ઓળખ ધરાવતા ઘુમલી તેમ જ આજુબાજુના ધર્મસ્થાનોએ ગંદકીના ગંજ દૂર કરવા સફાઈ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. લોકોમાં સ્વચ્છતાનો સંદેશો ફેલાય તે માટે સફાઈ અભિયાન આદરવામાં આવ્યું છે.

દ્વારકાના ભાણવડ નજીક એતિહાસિક ઘૂમલી મંદિર આસપાસ સફાઈ અભિયાન
દ્વારકાના ભાણવડ નજીક એતિહાસિક ઘૂમલી મંદિર આસપાસ સફાઈ અભિયાન

By

Published : Jan 6, 2021, 2:11 PM IST

  • ધાર્મિકસ્થાનોમાં જોવા મળતી ગંદકી દૂર કરાઈ
  • તપોવન એકેડેમીના ભાઈબહેનો દ્વારા થઈ કામગીરી
  • અલગઅલગ સૂત્રો દ્વારા ગંદકીના કરવાનો સંદેશો આપ્યો

    ભાણવડઃ ભાણવડ નજીક ઐતિહાસિક નગરી તરીકે ઓળખાતા ઘુમલી પાસે નવલખો જેતા વાવ વિંધ્યવાસિની મંદિર વગેરે ધાર્મિક સ્થળોનો પ્રવાસ પર્યટન માટે જાણીતાં છે.રોજના ઘણાં પ્રવાસી આ સ્થળોની મુલાકાત લે છે. પરંતુ લોકોમાં સ્વચ્છતાની ટેવના અભાવને કારણે લોકો ઠેરઠેર ગંદકી કરે છે. ત્યારે આ ધાર્મિક સ્થાનોમાં પણ ગંદકીના ગંજ જોવા મળી રહ્યાં છે. ઘુમલી ખાતે તપોવન વિશ્વ વિદ્યાપીઠ ખાતે જળ ક્રાંતિ ગ્રંથ લખાણ સંદર્ભે 94 દિવસથી આવેલા મનસુખભાઈ સુવાગીયાની અધ્યક્ષતામાં આ સંસ્થાના સભ્યો તેમ જ ભાણવડ ગામ લોકોના સહયોગથી આ સ્થાનો ખાતે આજ રોજ સફાઈ અભિયાન યોજાયું હતું.
  • ગંદકી ન ફેલાવવા સૂત્રો આપી સંદેશ અપાયો


આ ધાર્મિક સ્થાનોમાં જોવા મળતી ગંદકી દૂર કરાઈ હતી. લોકોમાં જાગૃતિના ઉદ્દેશ માટે તપોવન એકેડેમીના ભાઈબહેનો દ્વારા અલગ-અલગ સૂત્રો દ્વારા ગંદકી ન કરવાનો સંદેશો પણ અપાયો હતો. મનસુખભાઈ સુવાગીયા જણાવ્યું હતું કે આવા ધાર્મિક સ્થળોએ ગંદકી કરવી એ એક નિંદનીય કૃત્ય છે. માટે યુવા પેઢી આ બાબતે જાગૃત થાય એ ઈચ્છનીય અને રાષ્ટ્ર નિષ્ઠા છે. આમ આ પ્રસંશનીય કાર્યમાં તપોવન એકેડેમીના ટ્રસ્ટી તેમ જ સ્ટાફ મિત્રો અને બહારથી મુલાકાતે આવેલાં મહેમાનો પણ જોડાયાં હતાં અને ભાણવાડની જનતાને આ અભિયાન દ્વારા સારો સંદેશો આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details