ગુજરાત

gujarat

ETV Bharat / state

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે ભગવાન દ્વારકાધીશના કર્યા દર્શન - સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારકાની મુલાકાતે

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી એન.વી.રમન્ના (Chief Justice Supreme Court Visits Dwarka) જગત મંદિર દ્વારકાની મુલાકાત લીધી હતી. આ સાથે તેમણે નાગેશ્વર ખાતે પણ પૂજન કર્યું હતું.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે ભગવાન દ્વારકાધીશના કર્યા દર્શન
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે ભગવાન દ્વારકાધીશના કર્યા દર્શન

By

Published : Apr 10, 2022, 11:09 AM IST

Updated : Apr 10, 2022, 12:07 PM IST

દેવભૂમિ દ્વારકા:સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી એન.વી.રમન્ના (Chief Justice Supreme Court Visits Dwarka) જગત મંદિર દ્વારકાની મુલાકાત લીધી હતી. તે દરમિયાન, ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પૂજન અર્ચન કર્યું હતું અને નાગેશ્વર ખાતે પણ દર્શન કરી પુજન કર્યું હતું.

આ પણ વાંચો:PM મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જૂનાગઢના ઉમિયા માતા મંદિરના કાર્યક્રમને કરશે સંબોધિત

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારકાની મુલાકાતે : સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી એન.વી.રમન્નાની સાથે આ પ્રસંગે દેવભૂમિ દ્વારકાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી એમ.એ.કડીવાલા, દ્વારકાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી પી.એચ.શેઠ, દ્વારકાના પ્રિન્સીપાલ સિનિયર જજ શ્રી એચ.જી.ડામોરા વગેરે જોડાયા હતા.

આ પણ વાંચો:રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ સોમનાથમાં કરશે રાત્રિ રોકાણ, સોમવારે મહાદેવની વિશેષ પૂજા

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનું ભાવભર્યું કર્યું સ્વાગત : સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી એન.વી.રમન્નાને જિલ્લા કલેકટર શ્રી એમ.એ.પંડ્યા, ડી.ડી.ઓ. શ્રી ડી.જે.જાડેજા, જિલ્લા પોલીસ વડા શ્રી નિતેશ પાંડે, પ્રાંત અધિકારી શ્રી પાર્થ કોટડીયા તથા પાર્થ તલસાણીયા વગેરેએ આવકારી ભાવભર્યું સ્વાગત કર્યું હતું.

Last Updated : Apr 10, 2022, 12:07 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details