ગુજરાત

gujarat

જામખંભાળીયામાં બાળ મજૂરી રોકવા તંત્ર એક્શનમાં આવ્યું, તપાસ કરતા 4 બાળકો છોડાવ્યા

By

Published : Jun 21, 2019, 8:35 PM IST

દેવભૂમિ દ્વારકાઃ જામખંભાળીયામા છેલ્લા કેટલાક સમયથી બાળ મજૂરી કરાવતા હોવાની ચર્ચાઓ થઈ રહી હતીં જેને ધ્યાને રાખી આજે 20 જેટલી દુકાનોમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એક વેપારી ઝપટે ચડી જતાંં પોલીસ કેસ નોંધાયો હતો.

dd

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળીયામા તંત્ર દ્વારા બાળ મજૂરી અટકાવવા સમગ્ર શહેરમાં જિલ્લા શ્રમ અધિકારી તથા નગર પાલિકા અને મહિલા પોલીસની ટિમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેરની કેટલીક ચાની હોટેલો ,લારીઓ અને હોટેલોમાં બાળ મજૂરો કામ કરી રહ્યા છે, તેવી માહિતી હોઈ જેના આધારે આ ચેકીંગ હાથ ધરવામાં આવતા દોડધામ મચી હતી.તો શહેરના મિલન ચાર રસ્તા પાસે આવેલી એક ફરસાણની દુકાનમાં 4 બાળકો કામ કરતા હતા, જેમાંથી એકની ઉંમર 14 વર્ષ કરતા ઓછી હોવાથી ત્યાં જ તંત્ર દ્વારા પોતાની કામગીરી હાથ ધરી બાળકને છોડાવી દુકાનદાર પર કાર્યવાહી કરવામાં આવી છે

જામખંભાળીયામાં બાળ મજૂરી રોકવા તંત્ર એક્શનમાં આવ્યું, તપાસ કરતા 4 બાળકો છોડાવ્યા

.તો શહેર માં અલગ-અલગ ટીમ બનાવી બાળકોને કામે રાખતા હોવાની શંકાના આધારે આ રેડ કરવામાં આવી હતી .તો આ ઘટનાને પગલે સમગ્ર ખંભાળિયાના વેપારીમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

ABOUT THE AUTHOR

...view details