ગુજરાત

gujarat

ETV Bharat / state

દેવભૂમિ દ્વારકામાં શિવરાજપુર બીચ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

દેવભૂમિ દ્વારકાઃ દ્વારકા તાલુકાના શિવરાજપુર બીચ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે દ્વારકા તાલુકાના ધારાસભ્ય પબુભા માણેક ભારત સરકારના સિનિયર સાયન્ટિફિક ઓફિસર ડોક્ટર શૈલેષ ડોડીયા તેમજ ટાટા કેમિકલ્સના વાઇસ પ્રેસિડેન્ટ કામત હાજર રહ્યા હતા.

By

Published : Jun 6, 2019, 12:44 AM IST

Updated : Jun 6, 2019, 11:58 AM IST

DWK

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દ્વારકા તાલુકાના સુંદર બીચ શિવરાજપુરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેની પસંદગી ભારત સરકારશ્રીના વન પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન મંત્રાલય તથા ગુજરાત સરકારના ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગર દ્વારા બ્લુ ફ્લેગ બીચ તરીકે આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર મેળવવાના હેતુથી કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકામાં શિવરાજપુર બીચ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બુધવારે શિવરાજપુર બીચ ખાતે ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા વર્ષ 2019 દરમિયાન વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન શિવરાજપુર બીચ ખાતે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના વરદ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ બુઘવારના કાર્યક્રમમાં દરિયા કથા સફાઈ અભિયાન વૃક્ષારોપણ દરિયાઈ જીવસૃષ્ટિ અને જલવાયુ પરિવર્તનનું રક્ષણ જેવા વિષયો પર પ્રદર્શન માટીકામ કલાકારો દ્વારા પર્યાવરણ વિષય આધારિત વિવિધ રચનાત્મક માટીના શિલ્પો તેમજ 60 જેટલા વિવિધ કલાકારો દ્વારા વૉલપેપર વગેરે જેવી પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવેલ હતું.

Last Updated : Jun 6, 2019, 11:58 AM IST

ABOUT THE AUTHOR

...view details