દ્વારકામાં ભગવાન શ્રીદ્વારકાધીશના શિખર પર નુતન ધ્વજા ચડાવવામાં આવી તેમજ પૂજ્ય શંકરાચાર્ય મહારાજનું પાદુકાપૂજન કરવામાં આવ્યું હતું. શંકરાચાર્યજીના પરમ શિષ્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ દંડી સ્વામીના વરદ હસ્તે વ્યાસ પૂજન તેમજ ગુરૂ પૂજન કરવામાં આવ્યું હતું.
યાત્રાધામ દ્વારકાના શંકરાચાર્ય મઠમાં ગુરુપૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી - gujarat
દ્વારકાઃ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધીશ મંદિર પરિસરમાં આવેલા શંકરાચાર્ય શારદાપીઠમાં કાલે વહેલી સવારે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.
યાત્રાધામ દ્વારકાના શંકરાચાર્ય મઠમાં ગુરુપૂર્ણિમાની ધામધૂમથી કરી ઉજવણી
યાત્રાધામ દ્વારકાના નગરજનો તેમજ ગુજરાત ભરના ધર્મપ્રેમી લોકોએ કાલે શારદાપીઠમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી તેમજ ગુરુના આશીર્વાદ લીધા હતા.