ગુજરાત

gujarat

ETV Bharat / state

દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા ખાતે બર્થ ડિફેકટ ડેની ઉજવણી કરાઈ - Gujarat News

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા ખાતે આજરોજ બર્થ ડિફેક્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેને લઇને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં અરોગ્ય અધિકારી અને આરોગ્ય વિભાગના કર્મીઓ સહિત અન્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા

By

Published : Mar 5, 2021, 7:34 PM IST

  • દેવભૂમિ દ્વારકામાં બર્થ ડિફેક્ટ ડેની ઉજવણી કરવામાં આવી
  • જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સેમિનારનું આયોજન કરાયું
  • આરોગ્ય વિભાગના કર્મીઓ સહિત અન્ય કર્મીઓ રહ્યા ઉપસ્થિત
    દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના મુખ્ય મથક ખાતે આજરોજ બર્થ ડિફેક્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેને લઈ એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સેમિનાર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયું હતો. જેમાં અરોગ્ય અધિકારી અને આરોગ્ય વિભાગના કર્મીઓ સહિત અન્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બર્થ ડિફેક્ટ ડે નિમિતે સેમિનારનું આયોજન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે આજ રોજ જિલ્લા સેવા સદન ખાતે બર્થ ડિફેક્ટ ડે નિમિતે સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા કલેક્ટર ડૉ. નરેન્દ્ર કુમાર મીના પણ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી તેમજ કર્મચારીઓ ઉપસ્થિર રહ્યા હતા.

સેમિનારનો મુખ્ય ઉદ્દેશ RBSKની ટીમને મોટિવેશન કરવાનો છે

જે કાર્યક્રમમાં નવજાત શિશુમાં જન્મજાત ખોડખાંપણ સાથે જન્મ લે છે. તેવા બાળકોને સરકાર દ્વારા RBSK ડૉક્ટર દ્વારા તપાસીને જરૂરી સારવાર આપવામાં આવે છે અને સરકારી હોસ્પિટલમાં તેને નિઃશુલ્ક સારવાર મળે છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 14 જેટલી RBSKની ટીમ દ્વારા દ્વારકા જિલ્લામાં અલગ-અલગ વિસ્તારોમાંથી 340 જેટલા ખોડખાંપણ વાળા બાળકોની શોધ કરાઈ છે અને તેઓની સારવાર પણ કરવામાં આવી છે, ત્યારે મોટાભાગના બાળકો સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. જ્યારે અન્ય બાળકો હજુ સારવાર હેઠળ છે. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ RBSK ની ટીમને મોટિવેશન કરવાનો છે.

ABOUT THE AUTHOR

...view details