દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના કલ્યાણપુરમાં જન્મેલા જેસા મૂરુભાઈ લગારીયા કલ્યાણપુરની આર્ટસ કોલેજમાં અભ્યાસની સાથે સાથે કંઈક નવું કરવાની ઈચ્છા સાથે પોતાની આજુબાજુમાં નજર કરતાં સ્કૂટર ,મોટર અને ટ્રકમાંથી ઉપયોગમાં લેવાયેલા જૂના ઓઈલ, જેને બળેલું ઓઇલ પણ કહીએ છીએ, તેનાથી અને માત્ર પોતાની આંગળીના ટેરવેથી અનેક મહાનુભાવોના સ્કેચ પેપર કંડારીને પોતાની વિશેષ કળાનો પરિચય આપી રહ્યો છે.
વાહનોના બળેલાં ઓઈલનો આવો ઉપયોગ! આંગળીએ લઇ મહાનુભાવોને કાગળ ઉપર કંડારતો દેવભૂમિ દ્વારકાનો યુવાન
" હરિ " અને " હર "થી પ્રખ્યાત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર ગામમાં 19 વર્ષના આહીર યુવાન જેસા મુરુભાઈ લગારીયાએ પોતાની અનોખી કળાને નિહાળવા માટે લોકોને મજબૂર કર્યા છે. ખૂબ જ ઓછા ખર્ચે તમામ સાધનો એકઠાં કરીને ભવિષ્યમાં આ કળા દ્વારા આત્મનિર્ભર બનાવવાનો પણ સુંદર પ્રયાસ શરૂ કર્યો છે.
વાહનોના બળેલાં ઓઈલનો આવો ઉપયોગ! આંગળીએ લઇ મહાનુભાવોને કાગળ ઉપર કંડારતો દેવભૂમિ દ્વારકાનો યુવાન
કલ્યાણપુરના આહીર યુવાને હાલમાં ચાલતી કોરોના મહામારીને કારણે અનેક લોકો ધંધારોજગારથી પણ વંચિત થયા છે, ત્યારે આંગળીના ટેરવે વિકસાવેલી આ ટેકનીક ભવિષ્યમાં આત્મનિર્ભર બનવાનું પહેલું પગથિયું બની શકે તેવું સૂચવી જાય છે.