ગુજરાત

gujarat

ETV Bharat / state

ઈશુદાન ગઢવીને પાર્ટીના મુખ્યપ્રધાનના ઉમેદવાર જાહેર કરાતા તેઓ પોતાના વતન ફર્યા હતા

મુખ્યપ્રધાન તરીકેના ચહેરાને આમ આદમીએ જાહેર કર્યા બાદ દ્વારકા ખાતે ઈશુદાન ગઢવી (aapIsudan gadhvi ) પહોંચ્યા હતા. દ્વારકા આમ આદમી પાર્ટી દ્વારા ઈશુદાન ગઢવીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના લોકોએ તેમનું સન્માન કર્યું હતું. ગુજરાતમાં પૂર્ણ બહુમતીથી આમ આદમી પાર્ટીની સરકાર બને તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

માદરે વતન: ઈશુદાન ગઢવીને પાર્ટીના મુખ્યપ્રધાનના ઉમેદવાર જાહેર થયા બાદ યાદ આવ્યું વતન
માદરે વતન: ઈશુદાન ગઢવીને પાર્ટીના મુખ્યપ્રધાનના ઉમેદવાર જાહેર થયા બાદ યાદ આવ્યું વતન

By

Published : Nov 7, 2022, 3:50 PM IST

દ્વારકાઈશુદાન ગઢવી (aap leader Isudan gadhvi) આજે પોતાના વતનમાં પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાનના ઉમેદવાર ઈશુદાન ગઢવી તેમના મૂળ વતન દેવભૂમિ દ્વારકા જિલ્લાના પીપરીયા ગામે આવી પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યપ્રધાનતરીકે ઈશુદાન ગઢવીનું નામ જાહેર કર્યા બાદ પ્રથમ વખત ઈશુદાન ગઢવી પોતાના મૂળ વતન પીપરિયા ખાતે આવી પહોંચ્યા હતા.

માદરે વતન: ઈશુદાન ગઢવીને પાર્ટીના મુખ્યપ્રધાનના ઉમેદવાર જાહેર થયા બાદ યાદ આવ્યું વતન

સોનલ માતાના દર્શન ઈશુદાન ગઢવીએ સૌપ્રથમ ખંભાળિયા સોનલ ધામ ખાતે સોનલ માતાના દર્શન પૂજન કરી ત્યારબાદ ખંભાળિયાથી રેલી સ્વરૂપે તેમનો કાફલો પીપરીયા મુકામે કામાઈ ધામ ખાતે પહોંચ્યો હતો. તેમના દ્વારા માં કામાઈ માતાના આશીર્વાદ મેળવી હવન કરી પૂજન વિધિ કરવામાં આવી હતી.

મુખ્યપ્રધાન પદના દાવેદાર જ્યાં તેમનું મોટી સંખ્યામાં દ્વારકા જિલ્લા તેમજ આસપાસના વિસ્તારના લોકોએ સન્માન કર્યું હતું. ઈશુદાન ગઢવીના જણાવ્યા મુજબ આપના કન્વીનર અરવિંદ કેજરીવાલ દ્વારા એક ખેડૂત પરિવારમાંથી એક આમ માણસમાંથી આવતા વ્યક્તિને ગુજરાતના મુખ્પ્રધાન પદના દાવેદાર માટે પસંદ કરતા પોતે સૌભાગ્ય સમજે છે.

પરીવર્તન માટે તૈયારઈશુદાન ગઢવીએ કહ્યું કે,જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે ગુજરાત માં હું નહિ છ કરોડ જનતા મુખ્યપ્રધાનના શપથ લેશે. દ્વારકા અને ખંભાળિયાને સારું પ્રતિનિધિત્વ ધરાવતા નેતા મળ્યા જ નથી. જેથી કોઈ પ્રગતિ ન થાય શકે અને બધી જ્ઞાતિ સાથે મળીને અરવિંદ કેજરીવાલના આ પરીવર્તન માટે તૈયાર છે. ગુજરાતમાં પૂર્ણ બહુમતીથી આમ આદમી પાર્ટીની સરકાર બની રહેશે તેવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details