1928ની સાલમાં મુંબઈથી યાત્રા કરવા પધારેલા દેવીદાસ માધવજી ઠાકરશી કે જેમની ચોથી પેઢી આજે પણ મુંબઈમાં રહે છે. આ ઠાકરશી પરિવારના મોભી દેવીદાસ માવજી ઠાકરશી જ્યારે 1928માં બેટ દ્વારકા જાત્રા કરવા આવેલા ત્યારે તેમણે આ ભૂમિ ખૂબ જ પવિત્ર લાગી હતી. તેમને અહીં એક પાઠશાળા બનાવવાનો વિચાર આવ્યો હતો. માત્ર બે વિદ્યાર્થીઓથી શરૂ કરવામાં આવેલી શ્રી કૃષ્ણ સંસ્કૃત પાઠશાળામાં આજે 50 જેટલા વિદ્યાર્થીઓ સંસ્કૃત, કર્મકાંડ ,તમામ વેદો ,જ્યોતિષ, પશુપાલન અને આધુનિક યુગનું કોમ્પ્યુટરનો અભ્યાસ કરે છે. અત્યાર સુધીમાં ચારથી પાંચ હજાર વિદ્યાર્થીઓ સંસ્કૃતનો અભ્યાસ કરી કર્મકાંડ અને ધાર્મિક પ્રચાર કરે છે.
દેવભૂમિ દ્વારકામાં 1928માં શરૂ કરવામાં આવેલી સંસ્કૃત પાઠશાળા આજે પણ કાર્યરત 1981થી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શ્રી કૃષ્ણ સંસ્કૃત પાઠશાળાના અધ્યાપકોને પગારના 66% ગ્રાન્ટ આપવામાં આવે છે. બાકીનો તમામ ખર્ચ શ્રી કૃષ્ણ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. જો કે, છેલ્લા દસ વર્ષથી પાઠશાળાનો બાકીનો તમામ ખર્ચ અહીં અભ્યાસ કરી જીવનમાં આગળ વધનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવે છે. આ સંસ્કૃત પાઠશાળામાં ભણવા વિદ્યાર્થીઓને નિ:શુલ્ક અભ્યાસ આપવામાં આવે છે. જ્યારે આ પાઠશાળામાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કરી અને બહાર નીકળે ત્યારે પોતાનું તથા પોતાના પરિવારનું પ્રમાણિકતાથી જીવન નિર્વાહ કરી શકે અને સક્ષમ થઈ જાય છે. તેમજ સંસ્કૃતનો પ્રચાર કરી હિન્દુ ધર્મની સંસ્કૃતિ જાળવી રાખવાનું કામ પણ કરે છે.
આ પાઠશાળાના વિદ્યાર્થીઓને ભોજનની વ્યવસ્થા બેટ દ્વારકાના મંદિર તરફથી કરવામાં આવી છે. જ્યારે આ પાઠશાળામાં ધોરણ 10 અને 12ની ગુજરાત સરકારની માન્યતા પણ મળેલી છે. આ પાઠશાળા શાળાના વિદ્યાર્થીઓને સંસ્કૃત, જ્યોતિષ, ચાર વેદો, યોગ અને શ્રમયોગની સાથે-સાથે પશુપાલન અને કોમ્પ્યુટરની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. આ પાઠશાળામાં હિન્દુ ધર્મમાં પવિત્ર તેવા તેત્રીસ કરોડ દેવતા જેમાં વાસ કરે છે. તેવી ગાયમાતાનું જતન કેવી રીતે કરવું તે પણ શીખવાડવામાં આવે છે. આ પાઠશાળાના વિદ્યાર્થીઓની રોજની દિનચર્યા વહેલી સવારે સાડા પાંચ વાગ્યે ઉઠી પ્રાત:સ્મરણ અને સ્નાન કરાવવામાં આવે છે. ત્યાર બાદ સવારે 7 થી 8ની વચ્ચે પ્રાત:સંધ્યા અને પ્રાસ હોમ હવન, મધ્યાહન સંધ્યા અને બ્રહ્મ જ્ઞાન આપવામાં આવે છે. ત્યાર બાદ સવારે 8 થી 9 ની વચ્ચે સૂર્ય નમસ્કાર, વિષ્ણુ સહસ્ત્ર પાઠનો અભ્યાસ કરાવવામાં આવે છે. ત્યારબાદ 9 વાગ્યે પૌષ્ટિક નાસ્તો તેમજ તેની સાથે ગાયનું દૂધ આપવામાં આવે છે.
જે ગાયની સેવા આ વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવે છે. સવારે 9:30 થી 10:30 બેટ દ્વારકા દ્વારકાધીશના મંદિરે ગીતાજી ભાગવત અને પુષ્ટિમાર્ગીય સ્ત્રોતનું પઠન કરવામાં આવે છે. તેમજ સવારે 11 થી 12:30 કર્મકાંડ અધ્યયન અને 12:30 થી 2:30 વિરામ હોય છે. બપોરે 2:30 થી 5:30 સુધી ધોરણ 9 થી 12ના પાઠ્ય પુસ્તકનું પાઠન અને 5:30 થી 6:30 એક કલાક રમત ગમત કરવામાં આવે છે. સાંજે 6:30 થી 7:30 સાયં સંધ્યા અને સાયન home ત્યારબાદ 8 વાગ્યે શયન આરતી અને રાત્રે 9 થી 10 વાગ્યે સંસ્કૃત વાંચન કરવામાં આવે છે.