ગુજરાત

gujarat

ડાંગ જિલ્લાના જાગૃત યુવાનો દ્વારા રોજગારી મળે તે બાબતે મામલતદારને આવેદન પાઠવ્યું

By

Published : May 27, 2020, 8:29 PM IST

ડાંગ જિલ્લાના જાગૃત યુવાનો દ્વારા લોકડાઉનમાં યુવાનોને રોજગારી પ્રાપ્ત થાય તથા લોકોના લાઇટબિલ માફ કરવા અને ખાનગી શાળાઓમાં બાળકોની ફી માફીના મુદ્દાઓ સાથે આહવા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું.

ડાંગ જિલ્લાના જાગૃત યુવાનો દ્વારા રોજગારી મળે તે બાબતે મામલતદારને આવેદન પાઠવ્યું
ડાંગ જિલ્લાના જાગૃત યુવાનો દ્વારા રોજગારી મળે તે બાબતે મામલતદારને આવેદન પાઠવ્યું

ડાંગ: જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જાગૃત યુવાનો દ્વારા આહવા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. લોકડાઉનના કારણે લોકોના ધંધોરોજગાર ઠપ થઇ ગયા છે, ત્યારે લોકોને રોજગારી પણ મળતી બંધ થઇ છે. આવા સમયે લોકોના લાઇટ બિલ માફ કરવામાં આવે તેમજ ભારતીય બંધારણ મુજબ સિડીયુલ્ડ 5 માં આવતા વિસ્તારોનો લોકોને પોતાની સ્થાનીક જગ્યાએ જ રોજગારી મળી રહે તે માટે માગણી કરવામાં આવી હતી.

આ માગણીમાં ઢેમરૂનના પાંદડા લાવવા બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેથી સ્થાનિક કક્ષાએ લોકો રોજગારી પ્રાપ્ત કરી શકે. આ ઉંપરાત ખાનગી શાળામાં ભણતા બાળકો જેઓની શાળાની ફી માફીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેમજ રેશનકાર્ડ ન ધરાવતા હોય તેવા લોકોને રેશન આપવા જેવી વિવિધ માગણીઓ સાથે આહવાના જાગૃત યુવાનો દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details