ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગના વઘઇ અને સાકરપાતળમાં મહિલા દિનની ઉજવણી કરાઈ

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નવસારી કૃષિ યુનિવર્સિટી વઘઇ ખાતે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. વઘઇમાં કૃષિ વિજ્ઞાન કેદ્ર અને વર્લ્ડ વિઝન ડાંગનાં સંયુક્ત ઉપક્રમે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડાંગની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નવસારી કૃષિ યુનિવર્સિટી વઘઇ ખાતે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી
વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નવસારી કૃષિ યુનિવર્સિટી વઘઇ ખાતે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી

By

Published : Mar 9, 2021, 5:37 PM IST

  • મહિલા દિવસ નિમિત્તે આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડ મુખ્ય મહેમાન બન્યાં
  • સાકરપાતળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર 60 મહિલાઓને કોરોના રસી આપવામાં આવી
  • મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી

ડાંગઃનવસારી કૃષિ યુનિવર્સિટી વઘઇ અને વર્લ્ડ વિઝન ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેદ્ર વઘઈમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અહીં મોટી સંખ્યામાં ડાંગ જિલ્લાની મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ ઉપરાંત આરોગ્યકર્મીઓ દ્વારા સાકરપાતળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં 60 મહિલાઓને કોરોનાં વાઈરસનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

સાકરપાતળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર 60 મહિલાઓને કોરોના રસી આપવામાં આવી

આ પણ વાંચોઃકવિતાબેન મોદીએ બાળપણનું બિઝનેસ વુમન બનવાનું સપનું સાકાર કર્યું

વઘઇના કૃષિ યુનિવર્સિટીમાં મહિલા દિનની ઉજવણી

વઘઇમાં યોજાયેલા મહિલા દિવસના કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણની વાત કરવામાં આવી હતી. તેમજ સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સહાય વિશે જાણકારી આપવામાં આવી હતી. ડાંગ જિલ્લાનાં મહિલા એડવોકેટ અને નોટરી વંદનાબેને મહિલા દિવસની ઉજવણીનું મહત્વ સમજાવ્યું હતું. સ્ત્રીના ચારિત્ર્ય વિશે વિસ્તારપૂર્વક જાણકારી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું વતું કે મહિલા દરેક ક્ષેત્રમાં આગળ વધી શકે છે. ભારત દેશમાં મહિલાને ઉંચો દરજ્જો આપવામાં આવ્યો છે અને દેશની પ્રગતિમાં મહિલાઓનો ખુબ જ મોટો ફાળો રહેલો છે.

આ પણ વાંચોઃપારડીમાં આફતને અવસરમાં પલટી એક યોગા ટીચરે શરૂ કર્યો રસોઈની વાનગીઓનો વ્યવસાય

અંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલાઓનો ઉત્સાહ વધાર્યો

આ ઉપરાંત એશિયન ગેમ્સમાં ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવનાર અંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલાઓનો ઉત્સાહ વધાર્યો હતો. સરિતા ગાયકવાડે પોતાના સંઘર્ષમય દિવસોને યાદ કરી જણાવ્યું હતું કે મહેનત કરશો તો ચોક્કસ તેનું ફળ મળશે. ભયને હંમેશા માટે દૂર કરો અને આગળ વધતાં રહો. આ કાર્યક્રમમાં ભારતીબેન, સોનલબેન, વંદનાબેન, રુચિતા શુક્લા, સરિતા ગાયકવાડ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

વઘઇના કૃષિ યુનિવર્સિટીમાં મહિલા દિનની ઉજવણી

સાકરપાતળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મહિલાઓને કોરોના રસી આપવામાં આવી

સાકરપાતળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 60 મહિલાઓને કોરોનાં વાઈરસનું રસીકરણ કરવામાં આવ્યું હતું. વિશ્વ મહિલા દિવસની ઉજવણીનાં ભાગરૂપે સાકરપાતળ આરોગ્ય કેન્દ્ર ઉપર ગ્રામ્ય વિસ્તારની 60 જેટલી મહિલાઓએ કોરોનાં વેક્સિનનો ડોઝ લીધો હતો. મહિલા દિન નિમિત્તે અહીં બેટી વધાવોનાં ખાસ નારા સાથે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ડાંગના વઘઇ અને સાકરપાતળમાં મહિલા દિનની ઉજવણી કરાઈ

ABOUT THE AUTHOR

...view details