ડાંગ: રવિવારના રોજ મહારાષ્ટ્ર રાજ્યનાં નાસિક તરફથી હાર્ડવેર સામાનનો જથ્થો ભરીને રાજકોટ તરફ જઈ રહેલા મેઘાણી દંપતીની હુંડાઇ આઈ.10 કાર જે સાપુતારાથી શાહગમનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર માર્ગની સાઈડની દીવાલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
ડાંગ: સાપુતારાના ઘાટમાર્ગમાં દીવાલ સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો, મહિલાનું મોત - car Accident in saputara
ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શાહગમનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં હૂંડાઈ આઈ 10 કાર માર્ગની સાઈડનાં દીવાલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે ચાલકને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં રીફર કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.
આ અકસ્માતનાં બનાવમાં કારમાં સવાર દંપતીમાં જીતેશભાઈ વાલજીભાઈ મેઘાણીને (ઉ.42) માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થતા તેને 108 મારફતે પ્રથમ શાહગમન સી.એચ.સી.માં ખસેડાયો હતો. ત્યારબાદ, હાલત નાજુક જણાતા તુરંત જ 108 મારફતે આહવા સિવિલ હોસ્પિટલમાં રીફર કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.
જ્યારે આ કારમાં સવાર મહિલા નામ જયશ્રીબેન જીતેશભાઈ મેઘાણી.(ઉ.38) જે કારનાં દરવાજામાંથી ફંગોળાઈને બહાર માર્ગમાં જઈ પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતનાં બનાવ સંદર્ભે સાપુતારા પોલીસની ટીમે મહિલાનાં મૃતદેહને પી.એમ અર્થે નજીકનાં શાહગમનનાં સી.એચ.સી.ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.