ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લાના વઘઇમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઇ - dang district

26મી જાન્યુઆરીએ દેશ 71માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે. ડાંગ જિલ્લામાં વઘઇમાં ધ્વજવંદન કરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

dang
વધઈ

By

Published : Jan 26, 2020, 11:44 PM IST

​ડાંગ જિલ્લાની તથા રાજ્ય સરકારની વિકાસગાથા વર્ણવતા કલેક્ટર એચ.કે. વઢવાણિયાએ સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા પ્રજા માટે કલ્યાણલક્ષી યોજનાઓના અમલ થકી, જિલ્લાએ હાંસલ કરેલી લક્ષ્યની સિદ્ધિઓને વર્ણવી હતી. સરકાર દ્વારા દર વર્ષે ગરીબ કલ્યાણ મેળાઓ યોજવામાં આવે છે. જેમાં ડાંગ જિલ્લામાં ગત વર્ષે કુલ 6,863 લાભાર્થીઓને રૂપિયા 34.92 કરોડની કિટ તેમજ ચેક સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.

ડાંગ જિલ્લામાં સેવાસેતુ યોજાય છે. જેમાં દરેક વિભાગની સેવાઓ ડાંગ જિલ્લાની પ્રજાને ઘરઆંગણે મળે છે. કુલ 56 સેવાઓ કાર્યરત છે. જિલ્લાના 311 ગામોને આવરી લઇ કુલ 38માંથી 34 સેવાસેતુ કાર્યક્રમો યોજાયા છે. જેમાં કુલ ૪૬,૦૭૯ અરજીઓ આવેલ તેમાંથી કુલ 46,008 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. ડાંગ જિલ્લામાં 311 ગામોમાં પીવાનું પાણી પુરૂ પાડવા માટે 27 જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા 145 ગામોને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે છે.

ડાંગ જિલ્લામાં વઘઇમાં પ્રજાસ્તાક દિવસની ઉજવણી કરાઇ

વાસ્મો દ્વારા ઘર ઘર કનેક્શન આપવાની યોજના હેઠળ 31,841 ઘર કનેકશન આપવામાં આવ્યા છે. ડાંગ જિલ્લામાં આ વર્ષ દરમિયાન ખેતીવાડી વીજ જોડાણની ડિસેમ્બર-૨૦૧૯ અંતિત કુલ ૪૦૩ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ડાંગ જિલ્લામાં કુલ ૫૮,૭૭૩ ખેડૂતોને 1175.46 લાખની સહાય તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા છે.

શિક્ષણ ક્ષેત્રે સર્વશિક્ષા અભિયાન દ્વારા ૧૬૮ સિઝનલ હોસ્ટેલમાં કુલ ૭૦૦૬ બાળકોને લાભ આપવામાં આવ્યો હતો. ડાંગ જિલ્લાનો ડ્રોપઆઉટ રેશિયો વર્ષ 2002-03 ના વર્ષમાં 14.05 ટકા હતો. જે ૨૦૧૮-૧૯ ના વર્ષમાં ધોરણ- 1 થી ૫ માં ૪.૦૨ ટકા અને ધોરણ ૧ થી ૮ માં ૫.૪૪ ટકા રહ્યો છે.

આર.ટી.ઓ.ની કામગીરીમાં પારદર્શકતા લાવવા માટે સરકારે 16 ચેકપોસ્ટ નાબુદ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. અને આર.ટી.ઓ.ની તમામ કામગીરી ઓનલાઈન કરી દેલામાં આલી છે.

આગામી દિવસોમાં ડાંગ જિલ્લામાં થનારા કાર્યક્રમોમાં કુપોષણને દેશવટો આપવા માટે ૩૦, ૩૧ જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ સહી પોષણ-દેશ રોશન જેવા કાર્યક્રમો યોજવામાં આવશે અને પ્રવાસન ક્ષેત્રે વિકાસના કામોની વિગતો રજૂ કરી હતી.

સરકારી ખેતીવાડી માધ્યમિક શાળા, વધઈ ખાતે આયોજિત 71મા ગણતંત્ર દિવસ ઉજવણીના કાર્યક્રમમાં શિસ્તબદ્ધ અને આકર્ષક પરેડ પણ રજૂ કરવામાં આવી હતી. પરેડ કમાન્ડર જે.આર.પટેલની આગેવાની હેઠળ આહવા ખાતે પોલીસ (હથિયારી/ બિન હથિયારી) સહિત વનપાલ સહાયક (મહિલા/ પુરૂષ), પોલીસ બેન્ડના જવાનો, હોમગાર્ડ્‍ઝ યુનિટ અને ગ્રામ રક્ષક દળ, આહવાની એકલવ્ય સ્કૂલના (ભાઇઓ/બહેનો) એસ.પી.સી. કેડેટ્સ, સરકારી માધ્યમિક શાળા, આહવાના એન.સી.સી. (ભાઈઓ/બહેનો) ગૃપ દ્વારા પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે આકર્ષક પરેડ રજૂ કરવામાં આવી હતી. કલેક્ટર એચ. કે. વઢવાણિયાએ ખુલ્લી જીપમાં ફરીને પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

ડાંગ જિલ્લામાં વઘઇમાં પ્રજાસ્તાક દિવસની ઉજવણી કરાઇ

​સરકારી ખેતીવાડી માધ્યમિક શાળા, વધઈ ખાતે એક સાથે 200થી વધુ વિઘાર્થીઓએ સામુહિક યોગ નિદર્શન રજૂ કર્યું હતું. સરકારી ખેતીવાડી માધ્યમિક શાળા, વધઈ, દેશભક્તિ ગીત, પીટીસી કોલેજ વધઇ, ડાંગી નૃત્ય, તાલુકા શાળા વધઈ, દેશ ભક્તિગીત, જ્ઞાનદીપ વિઘામંદિર વધઈ, દેશભક્તિ ગીત, સરકારી ખેતીવાડી માધ્યમિક શાળા, વધઈ, ગરબો, એકલવ્ય ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ, વધઈ દેશભક્તિ ગીત, નવચેતન હાઈસ્કુલ, ઝાવડા, દેશભક્તિગીત, આદર્શ નિવાસી શાળા, વધઈ, રાસ ,માધ્યમિક શાળા, રંભાસ,ડાંગી નૃત્ય જેવી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના બાળકોએ દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા. તોષિકોથી નવાજ્યા હતા. પ્રથમ ત્રણ ક્રમે આવનારી શાળાઓને ઇનામોનું પણ વિતરણ કરાયુ હતું.

ડાંગ જિલ્લામાં વઘઇમાં પ્રજાસ્તાક દિવસની ઉજવણી કરાઇ

​ધ્વજવંદન બાદ કલેક્ટર એચ. કે. વઢવાણિયાના હસ્તે તાલુકા વિકાસ અધિકારી એમ. ડી. વણકરને વધઈ તાલુકાના વિકાસ માટે 25 લાખનો ચેક અર્પણ કર્યો હતો. પ્રજાસત્તાક પર્વ ઉજવણીના કાર્યક્રમમાં ધારાસભ્ય મંગળ ગાવિત, વધઈ તાલુકા પ્રમુખ સંકેત ભાઇ બંગાળ, વાસુર્ણા રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી, પોલીસ અધિક્ષક શ્વેતા શ્રીમાળી, નિવાસી અધિક કલેક્ટર ટી. કે. ડામોર, પ્રાંત અધિકારી કાજલ ગામિત, નાયબ વન સંરક્ષક દક્ષિણ ડાંગ દિનેશ રબારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી. આર. અસારી, પ્રાયોજના વહિવટદાર કે. જી. ભગોરા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીડૉ. સંજય શાહ, કાર્યપાલક ઇજનેરો સર્વ જે. કે. પટેલ, જી. એ. પટેલ, સહિતના ઉચ્ચાધિકારીઓ ઉપરાંત, સામાજિક કાર્યકર ગાંડા પટેલ, અગ્રણીઓ, પ્રજાજનો, વિઘાર્થીઓ, શિક્ષકો વિગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.

ડાંગ જિલ્લામાં વઘઇમાં પ્રજાસ્તાક દિવસની ઉજવણી કરાઇ

ABOUT THE AUTHOR

...view details