ડાંગઃ હાલમાં કોરોના વાઇરસના હાહાકારને ધ્યાને લઇ ડાંગ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહયા છે, ત્યારે ગામડાઓમાં સ્વચ્છતા જળવાય તે પણ એટલી જ અગત્યની છે. કોરોના વાઇરસને અટકાવવામાં નાની-નાની લાગતી બાબતો ખૂબ જ અગત્યની છે. હંમેશા હાથ પાણીથી વારંવાર ધોવા, બહાર નીકળવાનું થાય ત્યારે હંમેશા મોં પર માસ્ક પહેરવો, એકબીજાથી અંતર રાખીને સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવું વગેરે માહિતી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લોકોને આપવામાં આવી હતી.
ડાંગના પિંપરી ગૃપ ગ્રામ પંચાયતના સમાવિષ્ટ ગામો સેનીટાઈઝ કરાયા - latest news of corona virus
ડાંગના પિંપરી ગૃપ ગ્રામ પંચાયતના સમાવિષ્ટ ગામો દાવદહાડ, હનવતચોંડ, પિંપરી, ધુળચૌંડ અને ઢુંઢુંનિયા ગામોને જિલ્લા વહીવટીતંત્ર અને પદાધિકારીઓના સહયોગથી સેનેટાઈઝ કરાયા છે.
dang
સોમવારના રોજ દાવદહાડ ગામને સંપૂર્ણ સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. ગામને સ્વચ્છ બનાવવા માટે આયોજનસહ તાલુકા વિકાસ અધિકારી શિવાજી તબિયાર, વિસ્તરણ અધિકારી સી.ડી. વ્યવહારે, તલાટી કમ મંત્રી જાગૃતિબહેન ગાઇન, માજી ધારાસભ્ય મંગળભાઇ ગાવિત, સરપંચ હેમંતભાઇ ભોય સહિત પિંપરી PSC સ્ટાફ ઉપસ્થિત રહયો હતો.