ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગની વઘઇ પોલીસ દ્વારા સ્થાનિકોને માસ્કનું વિતરણ કરાયું - કોરોનાવાઈરસ ન્યૂઝ

ડાંગ જિલ્લાના વધઈ ગામે પોલીસ કર્મચારીઓ દ્વારા ગ્રામજનોને તથા જરૂરિયાતમંદ લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

dang police
dang police

By

Published : Apr 12, 2020, 7:57 PM IST

આહવાઃ ડાંગ જિલ્લાનાં વ્યાપારી નગર વધઇ ખાતે વસવાટ કરતા ગ્રામજનોને વઘઇ પોલીસ મથકનાં પી.એસ.આઈ સહિત પોલીસકર્મીઓએ માસ્કનું વિતરણ કરી સેવાનું સચોટ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.

સમગ્ર વિશ્વ આજે કોરાનાની મહામારી સામે લડી રહ્યુ છે. તેના સામે માસ્ક, સેનિટાઈજર અને સોશિયલ ડિસ્ટન્સ જ રક્ષણ આપી શકે છે. આ દરમિયાન કોરોનાથી લોકોને બચાવવા આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે. ગુજરાતનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ પોલીસ મથકનાં PSI એસ.જે.રાઠોડ તેમજ પોલીસ કર્મીઓની ટીમ તથા સ્થાનિક અગ્રણી એવા બબલુભાઈ ઉર્ફ તરબેઝ અહેમદનાઓએ રવિવારે વધઇ નગરમાં શાકભાજી વેંચતા ફેરીયાઓ સહિત ગ્રામજનોને માસ્કનું વિતરણ કર્યુ હતું.

આ પ્રસંગે વધઇ PSI એસ.જે.રાઠોડે ગ્રામજનોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી ઘરમાં સુરક્ષિત રહેવા અનુરોધ કર્યો હતો. તેમજ માસ્ક આપતી વખતે લોકોને તેનો ઉપયોગ કરવા તથા એકબીજાથી સોશિયલ ડિસ્ટનિંગ રાખવા જણાવ્યું હતું. ડાંગ જિલ્લામાં ચોવીસ કલાક જનજીવનની સુરક્ષામાં રહેતી પોલીસે પણ કટોકટીનાં સમયમાં સેવા આપી સચોટ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

ABOUT THE AUTHOR

...view details