ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈના મેઈન બજારમાં મોડી રાત્રે અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગની ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી. વઘઈમાં ફાઈર ફાઈટરની સુવિધા ન હોવાથી આગે એટલુ વીકરાળ સ્વરુપ ધારણ કર્યુ હતુ કે દૂર દૂર સુધી આકાશમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા અને લાખો કરોડોનું નુકસાન થયું હતું.
ડાંગમાં રાત્રે બે દુકાનોમાં લાગી ભીષણ આગ, માલસામાન બળીને ખાખ સુરતમાં કોમ્પલેક્ષમાં લાગેલ આગની દુર્ધટનામાં બાળકોના મોતના બનાવથી સરકાર હરકતમાં આવી ફાયરસેફ્ટી અંગે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ડાંગ જિલ્લામાં આગના સમયે અતિજરૂરી એવા ફાયર ફાઈટર જોઈએ તેવા નથી જેથી આગની ઘટના બને ત્યારે પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. ડાંગ જિલ્લામાં જો મોટી આગ લાગે તો બીલીમોરા, નવસારી, વલસાડ, થી ફાઈર ફાઈટર મંગાવી પડે છે.
ત્યારે એમને આવતા એક કલાક જેટલો સમય લાગતો હોવાથી આગની ઘટના સમયે ત્યા સુધી રાહ જોવી પડે છે. જો આગ વિકરાળ સ્વરૂપ ધારણ થઈ ગઈ હોય અને જાનમાલ સહિતની ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હોય ત્યારે જો એક બે કલાક રાહ જોવી પડે તો જાનહાનીની પણ શક્યતા રહે છે. આમ લોકહીતને ધ્યાને લઇ ડાંગ જિલ્લામાં સરકાર દ્વારા સત્વરે ફાઈર ફાઈટર ફાળવણી કરવામાં આવે તેવી વઘઇ તાલુકાવાસીઓની માંગ ઉઠી છે.
જેથી ખરેખરા આપત્તિના સમયે જો કોઇ આગનો બનાવ બને તો તેને પહોંચી વળવા તંત્ર તૈયાર હોય. જો પૂર્વ તૈયારી, યોજના અને સંસાધનનોનો અભાવ હશે, તો આપત્તિ ચોક્કસ વિકરાળ બનશે. અને જાનહાનિ પણ મોટી થઈ શકે છે. જેથી સરકાર ડાંગ જિલ્લાના પહાડી વિસ્તારોમાં સત્વરે ફાયર ફાઈટરની ફાળવણી કરે એવી લોક માંગ ઉઠી છે.