ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગના માલગામ નજીક ઈનોવા કારે બાઈક સવારને ટક્કર મારતા બે ઈજાગ્રસ્ત - ઈનોવા કાર

ડાંગ જિલ્લાના સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના માલેગામ ટોલબૂથ નજીક એક અકસ્માત સર્જાયો હતો. જીઈબી પાસે ઈનોવા કારચાલકે બાઈક સવારોને અડફેટે લેતા બંને બાઈક સવારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ડાંગના માલગામ નજીક ઈનોવા કારે બાઈક સવારને ટક્કર મારતા બે ઈજાગ્રસ્ત
ડાંગના માલગામ નજીક ઈનોવા કારે બાઈક સવારને ટક્કર મારતા બે ઈજાગ્રસ્ત

By

Published : Jan 1, 2021, 11:21 AM IST

  • ઈનોવા કારે બાઈક સવારોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો
  • સાપુતારાથી શામગહાન જતા હાઈ-વે પર સર્જાયો અકસ્માત
  • કાર અને બાઈકને ઘણું નુકસાન, સદનસીબે કોઈ જાનહાની નહીં

ડાંગઃ આ અંગેની વિગત એવી છે કે, ગુરૂવારે સુરત તરફથી નાસિક તરફ જઈ રહેલી ઈનોવા કાર નં. એમ. એચ. 12. પી.ઝેડ. 7611એ સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ટોલબુથ નજીક જીઈબી પાસે એક બાઈકને ટક્કર મારી હતી. આ બાઈક શામગહાનથી સાપુતારા તરફ આવી રહ્યું હતું. કારે બાઈકને પાછળથી ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સહિત ઈનોવા કારને ઘણું નુકસાન થયું હતું.

ડાંગના માલગામ નજીક ઈનોવા કારે બાઈક સવારને ટક્કર મારતા બે ઈજાગ્રસ્ત
ઘાયલ બાઈક સવારોને 108 મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

આ અકસ્માતમાં બાઈક પર સવાર શામગહાનના બે યુવાનોને નાની મોટી ઈજાઓ પોહચતા તેઓને તાત્કાલિક સી.એચ.સી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. કારની ટક્કર એટલી જોરદાર હતી કે, બાઈકને પણ ઘણું નુકસાન થયું હતું અને બાઈકના વિવિધ પાર્ટ્સ તૂટીને દૂર સુધી ફેંકાયા હતા. કારની ટક્કરથી બંને બાઈક સવાર હવામાં ફંગોળાયા હતા. એટલે તેઓ ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details