ડાંગઃ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં આવેલા કોટબા ગામના વતની ગંગારામભાઈ પૂન્યાભાઈ પાલવા જે ચોમાસામાં વરસાદી આશ્રિત ખેતી કરતા અશિક્ષિત ગરીબ ખેડૂત છે. આ ખેડૂતે કોરોનાની મહામારીમાં લોકડાઉન હેઠળ સંપૂર્ણપણે રોજગારી બંધ થઈ જતા તેમની આસપાસના 10 પરિવારો જેવા કે, રોજનું કમાઇને પેટ ભરવા વાળા તેમજ ખેતી ન કરતા એવા શ્રમીકોને અનાજ આપી માનવતાની બતાવી હતી.
ડાંગના ગરીબ ખેડુતે શ્રમીકોનેે કર્યુ અનાજ વિતરણ
વૈશ્વિક મહામારી કોરોના વાઈરસના પગલે ડાંગ જિલ્લાનાં કોટબા ગામનાં એક ખેડૂતે માનવતાની મહેક પ્રસરાવી હતી. તેમણે ગામના 10 ગરીબ પરીવારોને અનાજ વિતરણ કરી માણસાઈનો સંદેશો આપ્યો છે.
ડાંગના ગરીબ ખેડુતે શ્રમીકોનેે કર્યુ અનાજ વિતરણ
ગામનાં નિ:સહાય ગરીબ 10 જેટલા પરિવારોને આ ખેડૂતે પોતાની યથાશક્તિ મુજબ 10 કિલો ડાંગર, 9 કિલો નાગલી અને ૧ કિલો અડદ આપી સેવાનું ઉત્તમ દ્રષ્ટાંત ઉભુ કર્યુ હતુ.
આ ખેડૂતે ડાંગવાસીઓ સહિત સમગ્ર દેશવાસીઓને પણ સંદેશો આપ્યો છે કે, કોરોના વાઈરસની મહામારીમાં જેમની પાસે પૂરતુ છે તે લોકોએ પોતાની યથાશક્તિ મુજબ ગરીબ અને નિઃસહાય લોકોની મદદ કરી દેશને મદદરૂપ બનવુ જોઈએ. તેમજ લોકોને ઘરમાં જ રહેવાની સલાહ પણ આપી હતી.