ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લા સંકલન સમિતિની સમીક્ષા બેઠક કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઇ - Meeting of the Coordinating Committee

ડાંગ જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા સેવાસદન, આહવાના સભાખંડમાં નિવાસી અધિક કલેક્ટર ટી.કે. ડામોરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કચેરીઓના વડાઓની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. નિવાસી અધિક કલેક્ટર ટી.કે. ડામોરે સંકલન સમિતિની સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું કે, ગ્રામસભાઓમાં રજૂ થતા પ્રશ્નોનો સત્વરે નિકાલ થાય તથા સીએમ ડેસબોર્ડ અંતર્ગત કામગીરીની ઓનલાઈન એન્ટ્રીઓ તમામ અધિકારીઓએ સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે.

dang
સંકલન સમિતિની બેઠક જિલ્લા કચેરીઓના વડાઓની ઉપસ્થિતિમાં યોજાઇ

By

Published : Feb 15, 2020, 11:41 PM IST

ગ્રામ્ય વિસ્તારમાં સરકારી હાઈસ્કુલ, આંગણવાડી તેમજ આરોગ્ય ક્ષેત્રના બાંધકામ માટે જરૂરી જમીનની દરખાસ્ત સબંધિત અધિકારીઓએ સમયમર્યાદામાં પૂર્ણ કરવી. વધુમાં નિવાસી અધિક કલેક્ટર ડામોરે માર્ગદર્શન આપતા કહ્યું હતું કે, વનવિભાગ હસ્તકની જમીન માટે ગ્રામસભામાં ઠરાવ કરી એફ.આર.સી. હેઠળ જમીન મેળવવાની કામગીરી કરવી.

સંકલન સમિતિની બેઠક જિલ્લા કચેરીઓના વડાઓની ઉપસ્થિતિમાં યોજાઇ
જમીનનો કબજો મેળવવો, બજેટમાં ગ્રાન્ટ માંગણી, વિગેરે કાર્યવાહી શરૂ ન કરાય તો દરખાસ્તના અભાવે લોકો શિક્ષણ, આરોગ્ય જેવી સગવડથી વંચિત રહી ન જાય તે માટે તાકીદ કરી હતી.સરકારી લ્હેણાની વસુલાત સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.કવાએ જણાવ્યું હતું કે, બેંક ઓફ બરોડાની કુલ 217 લાખ રૂપિયાની વસુલાત બાકી છે. રીઝર્વ બેંકના પૈસા છે. જેની સિક્યોરીટી પણ આપી જ છે. તેમ છતા રકમ મોટી હોવાથી બેંક દ્વારા ઝડપથી વસુલાત આવે તે મુજબની કાર્યવાહી થવી જોઇએ. નાણાં વસુલાતના સંદર્ભે લીડ બેંક મેનેજર રાજેન્દ્રભાઇ પટેલે હેડ ઓફિસથી મંજૂરી આવી ગઇ હોવાનું જણાવી ટૂંક સમયમાં નાણાં જમા કરાવવાં ખાતરી આપી હતી.

પ્રાંત અધિકારી કાજલબેન ગામિતે આગામી ગરીબ કલ્યાણના આયોજન અંગે વિગતો આપી હતી કે, કુલ-1947 લાભાર્થીઓ પૈકી 541 નોંધણી કરવામાં આવી છે. આરોગ્ય, કૃષિ, સમાજ કલ્યાણ જેવા વિભાગોના લાભાર્થીઓની ઓનલાઈન એન્ટ્રી ઝડપથી પુરી કરવા અનુરોધ કર્યો હતો.

સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યઓના પ્રશ્નો કોઇ કચેરીમાં પેન્ડિંગ, પેન્શન કેસ, નાગરિક અધિકાર, સ્વચ્છતા, વિજળીકરણ, સીએમ ડેસબોર્ડ વિશે સમીક્ષા હાથ ધરાઇ હતી. ડાંગ જિલ્લામાં આધારકાર્ડ નોંધણી મોટા ભાગની થઇ ગયેલ છે. છતા બાકી રહેતા નામો આગામી છ મહિનામાં પૂર્ણ કરવાના હોવાથી બાકી રહેતા ગામોના ક્લસ્ટર બનાવી ઝૂંબેશના ભાગરૂપે આધારકાર્ડની કામગીરી પૂર્ણ કરવા નિવાસી અધિક કલેક્ટર ડામોરે સૂચના આપી હતી.

સંકલન સમિતિની આ બેઠકમાં દક્ષિણ ડાંગ નાયબ વન સંરક્ષક દિનેશ રબારી, પ્રાયોજના વહીવટદાર કે.જી.ભગોરા, ગ્રામ વિકાસ નિયામક ડી.આર.અસારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચૌધરી, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર જે.કે.પટેલ, ઈ.ચા.પ્રોગ્રામ ઓફિસર જિજ્ઞાસા ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details