- ડાંગ જિલ્લામાં વિકેન્ડની રજાઓમાં પ્રવાસીઓની જામે છે ભીડ
- પ્રવાસીઓની સુરક્ષા (Safety of tourists)ને લઈને પોલીસ સહિત વહીવટી તંત્ર (The administration, including the police) બન્યું સજ્જ
- સાપુતારામાં પ્રવાસીઓની ભીડ (Crowds of tourists) થતાં વહીવટી તંત્ર એલર્ટ
- પ્રવાસીઓ કોરોનાની ગાઈડલાઈન (Corona guideline)નું ઉલ્લંઘન કરશે તો દંડાશેઃ ડાંગ પોલીસ
- હોટેલ સંચાલકો (Hotel managers)ને પણ કોરોના ગાઈડલાઈન (Corona guideline)નો અમલ કરવા આદેશ
- સાપુતારામાં એક પાર્કિગની ટિકીટ (Parking tickets) તમામ સ્થળોએ માન્ય રહેશે
- ડાંગમાં સોળે કળાએ સૌંદર્ય ખીલી ઉઠતાં પ્રવાસીઓની ભીડ (Crowds of tourists) ઉમટી પડી
ડાંગઃ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં દર વર્ષે અનેક પ્રવાસીઓએ આવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ પ્રવાસીઓ આવશે. જોકે, આ વખતે તમામ પ્રવાસીઓએ કોરોના ગાઈડલાઈન (Corona guideline)નું પાલન કરવું પડશે તેવો જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા (District Police Chief Raviraj Singh Jadeja)એ અનુરોધ કર્યો હતો. પ્રવાસીઓની સુરક્ષા (Safety of tourists) અંગે તમામ પ્રકારની તૈયારી પોલીસ અને વહીવટી તંત્રએ કરી લીધી છે.
આ પણ વાંચોઃપશ્ચિમ રેલવે માસ્ક ન પહેરનારા પ્રવાસી પાસેથી 500 રૂપિયા દંડ વસૂલશે
પ્રવાસીઓ ઉભરાતા વહીવટી તંત્ર દ્વારા પાર્કિગની વ્યવસ્થા કરાઈ
સાપુતારા સહિત ડાંગ જિલ્લાનાં અન્ય પ્રવાસન સ્થળોએ (Social distance)નું પાલન થાય તે માટે ડાંગ જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા અને જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ આ તમામ સ્થળોએ ટ્રાફિકનું નિયમન થાય તે માટે વધુ પાર્કિંગનાં સ્પોટ નિર્ધારિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃગિરિમથક સાપુતારા 45 દિવસનાં સ્વૈચ્છિક લોકડાઉન બાદ થયું અનલોક, સ્થાનિકોમાં વધ્યો કોરોનાનો ભય
સાપુતારામાં એક પાર્કિગની ટિકીટ દરેક જગ્યાએ માન્ય રહેશે
વહીવટી તંત્રનાં જણાવ્યા મુજબ, ગિરિમથક સાપુતારા ખાતે એક પાર્કિંગ સ્પોટ ઉપર પ્રવાસી વાહનો દ્વારા લીધેલી પાર્કિંગની ટિકીટ સાપુતારાનાં તમામ પાર્કિંગ સ્પોટ ઉપર એક દિવસ માટે માન્ય રહેશે. આથી સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓ હવે તમામ જોવાલાયક સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થાનો લાભ મેળવી શકશે. ગિરિમથક સાપુતારા ખાતે શનિ અને રવિવારેમાં મોટા વાહનોની અરાજકતા ન સર્જાય તે માટે આ લકઝરી વાહનો માટે હેલિપેડ ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રવાસીઓને નિયમોનું પાલન કરાવવા પોલીસ તૈનાત કરાવાય
આવનારા શનિવારે અને રવિવારથી વિકેન્ડમાં ટ્રાફિકનું નિયમન થાય તથા પ્રવાસીઓમાં કોરોનાનું સંક્રમણ થતા અટકાવવા માટે સોશિયલ ડિસ્ટનસિંગ (Social distance)નું પાલન સહ માસ્કનો ફરજિયાત ઉપયોગ થાય તેવા જનજાગૃતિનાં વ્યવસ્થામાં પોલીસ વિભાગના DySP કક્ષાનાં અધિકારીઓ તમામ સ્થળોએ સુપરવિઝન કરશે અને કાયદાનો ભંગ કરતા પ્રવાસીઓ દંડાશેનું જણાવ્યું છે.
પ્રવાસીઓ ડાંગના આરોગ્ય કેન્દ્ર ઉપર વેક્સિન લઈ શકે છે
ડાંગ જિલ્લા એસ.પી. રવિરાજસિંહ જાડેજાએ ગિરિમથક સાપુતારા સહિત ડાંગ જિલ્લાનાં પ્રવાસન સ્થળોએ આવતા પ્રવાસીઓને અનુરોધ કરતા જણાવ્યુ છે કે, જિલ્લામાં તમામ પી.એચ.સી અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો ઉપર વેક્સિનેશનની વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. આથી જે કોઈ પ્રવાસીઓ વેક્સિનેશનથી વંચિત હોય તો તરત જ રજિસ્ટ્રેશન કરી વેક્સિનનો લાભ લેવા માટે અનુરોધ કર્યો છે. વધુમાં ગિરિમથક સાપુતારાની હોટલ, રેસ્ટોરન્ટ, લારી ગલ્લા, એડવેન્ચર સ્પોટનાં સંચાલકો આવનાર વિકેન્ડમાં પ્રવાસીઓને માસ્ક સહિત સોશિયલ ડિસ્ટનસિંગ (Social distance)નું પાલન કરવા માટે અનુરોધ કરી જનજીવનનાં સુખાકારીને લોકભોગ્ય બનાવે તેવી વહીવટી તંત્ર દ્વારા અપીલ કરી છે.