- સાપુતારા ઘાટમાર્ગમાં શેરડીના ટેમ્પો અકસ્માત
- આ ટેમ્પોમાં અચાનક આગ લાગી
- આગ લાગતા ડ્રાઈવરનું મોત
ડાંગઃ જિલ્લાના સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં શેરડીનો જથ્થો ભરેલો આઈસર ટેમ્પો પલ્ટી મારી જતા અચાનક આગ ફાટી નીકળી હતી. જે આગને કારણે ડ્રાઈવરનું મોત થયું છે.
ડ્રાઈવરનું મોત
ઘટના સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ આજરોજ મળસ્કે મહારાષ્ટ્રનાં નાસિક તરફથી શેરડીનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલા આઈસર.ટેમ્પો.ન.GJ-19-X-6663નો સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં અચાનક બ્રેક ફેઈલ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. પુરપાટવેગે પલ્ટી મારેલા ટેમ્પોમાં કોઈ તકનીકી કારણોસર આગ ફાટી નીકળતા ટેમ્પાની કેબિનમાં ફસાયેલા ડ્રાઈવર મહેન્દ્રસિંહ રાજપૂતનું મોત થયું છે. આ અકસ્માતનાં બનાવ સંદર્ભે સાપુતારા પોલીસની ટીમે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે શામગહાન સી.એચ.સી ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.