ડાંગ: રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં આદિવાસીઓમાં ગ્રહણ જોવાની અનોખી પરંપરા છે. 21 જૂનના રોજ વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ છે, ત્યારે અહીંના સ્થાનિક આદિવાસીઓમાં ગ્રહણ નિહાળવાની વર્ષો જૂની પરંપરા આજે પણ જોવા મળે છે.
ડાંગના આદિવાસી વિસ્તારમાં ચશ્મા કે એક્સ રે થી નહીં આ રીતે જોવાઈ છે સૂર્યગ્રહણ - ETV bharat
રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં આદિવાસીઓમાં ગ્રહણ જોવાની અનોખી પરંપરા છે. 21 જૂનના રોજ વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ છે, ત્યારે અહીંના સ્થાનિક આદિવાસીઓમાં ગ્રહણ નિહાળવાની વર્ષો જૂની પરંપરા આજે પણ જોવા મળે છે. ગ્રહણ વખતે સાંબેલુંને મોટી થાળીમાં ઉભું રાખવામાં આવે છે. ગ્રહણ બાદ ઓટોમેટિક આ સાંબેલું નમી જાય છે.
જિલ્લાના આદિવાસીઓ અનાજને છુટા પાડવા માટે સાંબેલુંનો ઉપયોગ કરે છે. આ સાંબેલુંને સ્થાનિક ભાષામાં મુશળ કહેવામાં આવે છે. સાંબેલું શિષમનાં ઝાડ માંથી બનાવવા આવે છે. સ્થાનિકોએ જણાવ્યું કે વર્ષો પહેલાં સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ થાય છે, તે જાણવા માટે તેઓ સ્ટીલ અથવા તાંબાની મોટી થાળીમાં પાણી, ચોખા અને રૂપિયો મૂકે છે, ત્યારબાદ આ થાળીનાં વચ્ચોવચ સાંબેલું મુકવામાં આવે છે. ગ્રહણ વખતે આ સાંબેલું કોઈ પણ આધાર વગર ઉભું રહે છે. થાળીમાં પાણીનાં પ્રતિબિંબમાં ગ્રહણ નિહાળી શકાય છે. ગ્રહણ બાદ આ સાંબેલું ઓટોમેટિક નીચે નમી જાય છે.
વર્ષો પહેલાં અહીંના સ્થાનિકો જોડે ગ્રહણ છે કે નહીં તેની કોઇ જાણકારી ન હોવાથી તેઓ ગ્રહણ ચકાસવા માટે સાંબેલુંને થાળીમાં ઉભા રાખતાં જેથી તેઓને ગ્રહણ થયાની જાણ થતી હતી. આ ગ્રહણ સાથે ડાંગના લોકોની અમુક માન્યતાઓ પણ જોડાયેલી છે. ગ્રહણ વખતે ઘરની બહાર નીકળવું નહી, આકાશમાં જોવું નહી તેમજ જિલ્લાના ભગત લોકો ગ્રહણ દરમિયાન ભોજન લઈ શકતાં નથી. જિલ્લામાં આજે સૂર્યગ્રહણ નિમિતે લગભગ 10 વાગ્યાની આસપાસ અંધારપટ છવાઈ ગયો હતો.