ડાંગઃ જિલ્લાનાં ઉત્તર વનવિભાગમાં સમાવિષ્ટ પશ્ચિમ રેન્જમાં દુર્ગમ પહાડી વિસ્તારમાં આવેલા આમસરવળન જંગલ વિસ્તારમાંથી ઇમારતી સાગી લાકડાની તસ્કરીને વન વિભાગની ટીમ દ્વારા નિષ્ફળ બનાવતા ગેરકાયદેસર તસ્કરી કરતા વિરપન્નોમાં ફફડાટ ફેલાયો છે.
ડાંગના આમસરવળન જંગલ વિસ્તારમાંથી ઇમારતી સાગી લાકડાના તસ્કરો ઝડપાયા - Timber
ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગમાં સમાવિષ્ટ પશ્ચિમ રેન્જના દુર્ગમ પહાડી વિસ્તારમાં આવેલા આમસરવળન જંગલ વિસ્તારમાંથી ઇમારતી સાગી લાકડાની તસ્કરીને વન વિભાગની ટીમ દ્વારા નિષ્ફળ બનાવતા ગેરકાયદેસર તસ્કરી કરતા વિરપન્નોમાં ફફડાટ ફેલાયો હતો.
રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લા જંગલ વિસ્તારના કારણે પ્રખ્યાત છે. જેમાં ડાંગ જિલ્લાનાં જંગલ વિસ્તારમાં ઇમારતી સાગી વૃક્ષો બહુલક પ્રમાણમાં જોવા મળે છે, ત્યારે ડાંગ જિલ્લાનાં દુર્ગમ પહાડી અને ધાર્મિક સ્થળ તરીકે વિકસી રહેલા આમસરવળન કંળબ ડુંગર જંગલ વિસ્તારમાં રવિવારે સાંજે કેટલાક સ્થાનિક વીરપન્નો લાકડા તસ્કરીને અંજામ આપવાનાં હોવાની બાતમી ઉત્તર ડાંગ વન વિભાગનાં D.C.F.અગ્નિશ્વર વ્યાસને મળતા તેઓએ પશ્ચિમ રેંજનાં રેંજ ફોરેસ્ટ ઓફિસર મનોહરસિંહ વાઘેલા સહિત વનકર્મીઓની ટીમને સઘન પેટ્રોલીંગ અને ફેરણાની સૂચનાઓ આપી વોચ ગોઠવી હતી.
જે બાતમીની તસ્કરોને ગંધ આવી જતા સાગી ઇમારતી ચોરસાનો જથ્થો આમસરવળન ગામ નજીકનાં માર્ગની સાઇડે મૂકી પલાયન થઈ ગયા હતા. અહી ઘટના સ્થળેથી પશ્ચિમ રેંજ વન વિભાગનાં R.F.O સહિત વનકર્મીઓની ટીમે બિનવારસી સાગી ચોરસાનો જથ્થો કબજે કરી ઇમારતી લાકડાની તસ્કરીને અંજામ આપનારા સ્થાનિકવીરપન્નોની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળ્યુ છે.