ગુજરાત

gujarat

ETV Bharat / state

સીરામીક ઉદ્યોગોને રૂપાણી સરકારની રાહત, ગેસ બીલમાં 16 ટકાની રાહત - ગુજરાતના સિરામીક ઉદ્યોગ

રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગને વધુ વેગ મળે તે માટે અનેક જાહેરાત કરવામાં આવી છે. જ્યારે નવી ઇન્ડસ્ટ્રિયલ પોલિસી અંતર્ગત હવે ઉદ્યોગકારોને પોતાના ઉદ્યોગો સ્થાપવા માટે અને ઉદ્યોગને વેગ આપવા માટે આજે મંગળવારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સિરામિક ઉદ્યોગોને લગતી મહત્વની જાહેરાત કરી હતી. જેમાં ગેસ બીલમાં 16 ટકાની રાહત આપવામાં આવશે.

percentage relief in gas bills
percentage relief in gas bills

By

Published : Sep 8, 2020, 7:54 PM IST

ગાંધીનગર : મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યના સિરામીક ઊદ્યોગોને ગેસ બિલમાં 16 ટકાની રાહત આવશે. જેથી મોરબી, સુરેન્દ્રનગર અને સાબરકાંઠાના સિરામીક ઊદ્યોગકારોને ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂપિયા 2.50ની વધારાની રાહત અપાશે. જે કોરોના કાળમાં સિરામીક ઊદ્યોગને મોટી રાહત તરીકે ગણવામાં આવશે.

અગાઉ કોરોના કાળ દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ ઊદ્યોગોને પ્રતિ SCM રૂપિયા 2ની બિલ રાહત આપ્યા બાદ આજે ઉચ્ચસ્તરીય બેઠકમાં વધારાના રૂપિયા 2.50ની સહાય આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણયને પરિણામે રાજ્યના સિરામીક ઊદ્યોગો વર્લ્ડ માર્કેટમાં કોમ્પિટી કરી શકશે અને એક્સપોર્ટ વધારી શકશે. આ ઉપરાંત વધુ રોકાણો આ ક્ષેત્રે મેળવી શકશે અને ફોરેન એક્સપોર્ટ દ્વારા વધુ આવક મેળવી શકાશે.

ABOUT THE AUTHOR

...view details