ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં વરસાદથી ડાંગરના પાકને નુકસાન, ખેડૂતોમાં ચિંતાનો માહોલ - Dang damage to farmers

ડાંગ જિલ્લમાં ભારે વરસાદ વરસતા ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. વરસાદના કારણે ડાંગરના પાકને પ્લાસ્ટિકથી ઢાંકવાની ફરજ પડી રહી હતી. ભારે વરસાદથી પાક જમીન પર પથરાઈ જતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે.

ડાંગ જિલ્લામાં વરસાદથી ડાંગરના પાકને નુકસાન, ખેડૂતોમાં ચિંતાનો માહોલ
ડાંગ જિલ્લામાં વરસાદથી ડાંગરના પાકને નુકસાન, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

By

Published : Oct 18, 2020, 7:11 PM IST

  • ડાંગમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન
  • વરસાદના કારણે ડાંગરના પાકને પ્લાસ્ટિકથી ઢાંકવાની ફરજ પડી
  • અચાનક વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ

ડાંગઃ જિલ્લામાં ભારે વરસાદીથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. વરસાદના કારણે ખેડૂતોને પાકની કાપણીમાં મુશ્કેલી ઉભી થઇ રહી છે. વરસાદના કારણે ખેડૂતોને ડાંગરના પાકને પ્લાસ્ટિકથી ઢાંકવાની ફરજ પડી રહી હતી. ભારે વરસાદથી પાક જમીન પર પથરાઈ જતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે.

ભારે વરસાદથી ખેડૂતોને મુશ્કેલી

ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને ગિરિમથક સાપુતારાની તળેટીય વિસ્તારમાં રાત્રી દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. જ્યારે આજરોજ પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમરીયો વરસાદ ચાલું રહ્યો હતો. ગરમીનાં માહોલ વચ્ચે અચાનક વરસાદ વરસી જતાં ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાય છે. ડાંગ જિલ્લામાં હાલ ડાંગરનો પાક કાપણી માટે તૈયાર છે. ત્યારે અચાનક વરસાદ વરસતા ખેડૂતોએ પોતાનો પાક પ્લાસ્ટિકથી ઢાંકવાની ફરજ પડી છે.

ડાંગ જિલ્લામાં વરસાદથી ડાંગરના પાકને નુકસાન, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

ખેડૂતોને ભારે નુકસાન

એક તરફ કોરોનાં મહામારીના કારણે ખેડૂતોએ પોતાની આવક ગુમાવી છે, ત્યારે બીજીબાજુ ફક્ત ખેતી પર નિર્ભર આ ખેડૂતોને પાકની નુકસાની ઉઠાવવાનો વારો આવ્યો હતો. જેનાં કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details