ગુજરાત

gujarat

ડાંગમાં ગિરિમથક સાપુતારા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ

ડાંગ જિલ્લામાં હાલ કોરોનાના કેસ અને હિટ વેવને કારણે લોકોમાં દહેશત જોવા મળી રહી છે. ત્યારે આજે બુધવારે વાતાવરણમાં અચાનક પલટો આવતા સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

By

Published : Apr 14, 2021, 5:24 PM IST

Published : Apr 14, 2021, 5:24 PM IST

ડાંગમાં ગિરિમથક સાપુતારા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ
ડાંગમાં ગિરિમથક સાપુતારા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ

  • ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો
  • સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં કમોસમી વરસાદ
  • વરસાદના કારણે ખેડૂતો ચિંતાતુર

ડાંગઃ જિલ્લામાં ગત ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જિલ્લામાં હાલ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, તેમજ હિટ વેવથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદના કારણે ડાંગ જિલ્લાના ખેડૂતો ચિંતાતુર બન્યાં છે. આજે બુધવારે બપોર બાદ વાતાવરણમાં આચનક પલટો આવતા વિજળીના કડાકા ભડાકા સાથે સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો.

ડાંગમાં ગિરિમથક સાપુતારા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ

આ પણ વાંચોઃ ડાંગ જિલ્લામાં સાપુતારા, આહવા અને વઘઇ વિસ્તારમાં કમોસમી વરસાદ

ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ

ડાંગ જિલ્લામાં હાલ ઉનાળામાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ત્યારે આ ગરમી ભર્યા વાતાવરણ વચ્ચે અચાનક કમોસમી વરસાદ વરસતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. બુધવારે બપોર બાદ સાપુતારા સહિત શામગહાન, બારીપાડા, મુરબી, નડગચોન્ડ, નિમબારપાડા ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચોઃ ડાંગનાં અમુક ગામડાઓમાં કમોસમી વરસાદનાં ઝાપટા

વાતાવરણ ઠંડકમય બન્યું

જિલ્લામાં આજે બુધવારે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. કોરોનાં મહામારીના કારણે જિલ્લામાં બપોરના 2 વાગ્યાં બાદ કરફ્યૂ જેવો માહોલ સર્જાયો છે. ત્યારે આજે બુધવારે અચાનક ભારે વરસાદ વરસતા ગિરિમથક સાપુતારા સહિત મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તાર નાં ગામડાઓમાં વાતાવરણ ઠંડકમય બન્યું હતું.

ABOUT THE AUTHOR

...view details