ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગમાં માસ્ક નહીં પહેરનાર વ્યક્તિ સામે પોલીસની કાર્યવાહી, દંડ વસૂલાયો - ડાંગના કોરોના સમાચાર

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે માસ્ક નહીં પહેરનાર અને જાહેરમાં થૂંકનાર વ્યક્તિઓ ઉપર સતત્ત નજર રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આવા લોકો પાસેથી દંડ વસૂલીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ડાંગ જિલ્લામાં પોલીસે દ્વારા માસ્ક નહીં પહેરનાર વ્યક્તિ પાસેથી દંડ વસુલાયો
ડાંગ જિલ્લામાં પોલીસે દ્વારા માસ્ક નહીં પહેરનાર વ્યક્તિ પાસેથી દંડ વસુલાયો

By

Published : Jun 23, 2020, 7:14 PM IST

આહવા: કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે માસ્ક જરૂરી છે, ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામાં મુજબ જાહેર સ્થળો, ફરજોના સ્થળો અને પરિવહન વખતે માસ્ક ન પહેરવા અથવા ચહેરો કોઈપણ રીતે ઢંકાયેલો ન હોવાથી તે અંગે તથા જાહેરમાં થૂંકવા અંગે 200 રૂપિયા વસુલાત કરવા માટેનું ફરમાન કરવામાં આવ્યું છે. તારીખ 15 જૂનથી આ દંડ વસૂલની જોગવાઇ કરવામાં આવી છે.

ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવા ખાતે માસ્ક ન પહેર્યો હોય અથવા જાહેરમાં થૂંકનાર વ્યક્તિઓ પાસે જગ્યા ઉપર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તો સાથે જ આહવા પોલીસ દ્વારા ફરજિયાત માસ્ક પહેરવા વિશે સલાહ આપવામાં આવી હતી. ડાંગ જિલ્લામાં હાલમાં એકપણ કોરોનાના પોઝિટિવ વ્યક્તિ નોંધાયો નથી.

ડાંગ જિલ્લો કોરોના મુક્ત બની રહે તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા જરૂરી તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ડાંગ જિલ્લાના મુખ્ય મથક ખાતે સવારમાં લોકોની ભીડ જામતી હોય છે,ત્યારે લોકો સોશિયલ ડિંસ્ટન્સિગનું પાલન કરે તથા ફરજિયાત માસ્ક પહેરે તે માટે એસ.પી સ્વેતા શ્રીમાળીના માર્ગદર્શન હેઠળ DYSP જે.આઈ. વસાવા,DYSP આર.ડી.કવા સહિત PSI પી.એમ.જુડાલ તથા PSI એચ.બી.મોદી દ્વારા સફળ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details