આ કાર્યક્રમ માટે બોરખલ રેન્જ દ્વારા વૃક્ષારોપણ માટે ફોરેસ્ટ વિભાગની જમીન ફાળવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી, બેંક ઑફ બરોડાના મેનેજર, રેન્જ ફોરેસ્ટર તેમજ ફોરેસ્ટના કર્મચારી, જિલ્લા નિરીક્ષણ અધિકારી તેમજ શાળાના સ્ટાફ, ગામ આગેવાનો અને તમામ વિદ્યાર્થીઓ દ્વારા વૈદિક મંત્રો સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
બોરખલ હાઈસ્કૂલમાં NSS અને ઈકોલ ક્લબના સ્વયંસેકો દ્વારા વૃક્ષારોપણ - Gujarati News
ડાંગ: જિલ્લામાં બોરખલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં NSSના કન્વીનર રોબિનસન્સ પાવાગઢીના માર્ગદર્શન હેઠળ NSSના સ્વયંસેવકો અને ઈકોલ ક્લબના સ્વયંસેવકો દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું.
બોરખલ હાઈસ્કૂલમાં NSS અને ઈકો ક્લબના સ્વયંસેકો દ્વારા વૃક્ષારોપણ
જિલ્લા શિક્ષણાધિકારી, RFO અને શાળાના આચાર્ય દ્વારા વૃક્ષોની જાળવણી તેમજ વૃક્ષનું જીવનમાં મહત્વ ઉપર તમામ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.