- ડાંગના સુપદહાડ ગ્રામજનોએ પાણી બચાવવાનો ઉપાય શોધી કાઢ્યો
- સરપંચ અને ગ્રામજનો દ્વારા ડેમ ઉપર બોરીબંધ બાંધીને પાણીનો સદુપયોગ
- ઉનાળામાં સુપદહાડ ગામનાં લોકોને પાણીની તકલીફો વેઠવી નથી પડતી
આહવાઃ વઘઇ તાલુકામાં સમાવિષ્ટ સુપદહાડ ગામ જે અંબિકા નદીનાં કિનારે આવેલી છે એ ચોમાસાની ઋતુ બાદ અંબિકા નદીનાં વહેણ ઘટતાં જાય છે. ધીમેધીમે નદી સુકાવા લાગે છે. ત્યારે આ નદીનાં કિનારે આવેલા સૂપદહાડ ગામનાં લોકો વહેતાં પાણીને અટકાવી તેનો સદુપયોગ કરી આત્મનિર્ભર બન્યા છે. નદીનાં પાણીને અટકાવવા માટે લોકોએ બોરીબંધ બાંધ્યો છે. નદી પાણીનાં ઉપયોગ થકી ગ્રામજનો પીવાના પાણીનો ઉપયોગ, પશુપાલન, ખેતી ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યાં છે.
અંબિકા નદી ઉપર બોરીબંધ બાંધીને પાણીનો સદુપયોગ
સૂપદહાડ ગામે સૌ ગ્રામજનો મળીને બોરીબંધ બાંધે છે. આ ગામમાં અંબિકા નદી ઉપર ડેમ બાંધવામાં આવેલ છે. પરંતુ ડેમની ઉંચાઈ ઓછી હોવાનાં કારણે પાણી વહી જતું હોય છે. જે વહેતાં પાણીને અટકાવવા માટે ગામ લોકો દ્વારા બોરીબંધ બાંધવામાં આવે છે. બોરીબંધ દ્વારા સંગ્રહિત પાણી ફિલ્ટર થઈ નજીકનાં કુવામાં જાય છે અને કુવામાંથી પાઇપલાઇન મારફત દરેક લોકોના ઘરેઘર પાણી પહોંચાડવામાં આવે છે. આ ગામની મહિલા પારીબેન ભોય જણાવે છે કે બોરીબંધ બાંધવાથી પાણી લાંબા સમય સુધી ટકી રહે છે. જેથી ઉનાળામાં પણ દરેક લોકોના ઘરે નળ મારફત પાણી મળી રહે છે. વધુમાં પશુપાલન અને ખેતી ક્ષેત્રે સંકળાયેલા લોકો પાણીનો ઉપયોગ કરી શકે છે.
ડાંગના સુપદહાડ ગામે પાણીનો સદુપયોગ કરી લોકો આત્મનિર્ભર બન્યાં નદીમાં બોરીબંધ બાંધ્યા બાદ લોકોને પાણી માટે ભટકવું નથી પડતુંઆ ગામના યુવક જીગ્નેશેભાઈ બાગુલ જણાવે છે કે સરપંચ દ્વારા દરેક ગ્રામજનોને બોરીબંધ બાંધવા માટે આદેશ આપવામાં આવે છે. સૂપદહાડ ગામનાં દરેક ગ્રામજનો ભેગાં મળીને 250 થી 300 બોરીઓમાં માટી ભરી લાવે અને અને સૌ લોકોનાં સહકારથી લગભગ 2 થી 3 હજાર બોરીઓ દ્વારા પાણીને અટકાવી શકાય છે. પાણી સંગ્રહિત રહેવાથી લોકોને દૂર સુધી પાણી માટે ભટકવું નથી પડતું.
ગ્રામજનો પશુપાલન, ખેતી અને પીવાનાં પાણી તરીકે પાણીનો ઉપયોગ કરે છેદગુનિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ભીવાભાઈ ગાવીત જણાવે છે કે, સૂપદહાડ ગામમાં આશરે 900 લોકોની વસ્તી છે. અહીં પશુપાલન સાથે સંકળાયેલા લોકો રોજનાં 370 લીટર જેટલું દૂધ ડેરીમાં ભરે છે. વધુમાં આ ગામમાં પાણી બારેમાસ મળી રહેવાનાં કારણે 50 થી 60 હેક્ટરમાં લોકો ચોમાસા બાદ રવિ પાકની ખેતી કરી રહ્યાં છે. પાંડુ ભાઈ ગાવીત જણાવે છે કે ગામમાં પાણી હોવાનાં કારણે તેઓ ચણા, મકાઈ વગેરેની ખેતી કરી આવક મેળવે છે.