ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લાના વઘઇ ખાતે વધુ એક "કોરોના" પોઝેટિવ કેસ નોંધાયો

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ભરવાડ ફળિયામાં મંગળવારે કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 12 થયો છે.

By

Published : Jul 21, 2020, 3:01 PM IST

ETV bharat
ડાંગ: મંગળવારે વધુ એક કોરોના પોઝેટિવ કેસ નોંધાયો

ડાંગ: ભરવાડ ફળિયામાં રહેતી 44 વર્ષિય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને સારવાર અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં કોરોના પોઝેટિવ કેસનો કુલ આંક 12 થયો છે. જેમાંથી એક પણ કેસમાં લક્ષણો જણાયા ન હતા. જ્યારે મંગળવારે નોંધાયેલા કેસમાં તાવના લક્ષણો જણાયા હતા.

જિલ્લામાં આજદિન સુધી નોંધાયેલા 12 કેસો માંથી 8 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. તેમજ જિલ્લામાં હવે કુલ 4 એક્ટિવ કેસ છે.

ABOUT THE AUTHOR

...view details