ડાંગઃ ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન ચોતરફ પ્રાકૃતિક સંપદામાં લીલોતરી હરિયાળીની ચાદર ઓઢાઈ જાય છે. ડાંગ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અલગતમ હોવાના કારણે ચોમાસાની ઋતુ દરમિયાન નદીઓ ગાંડીતુર બન્યાના દ્રશ્યો જોવા મળે છે. ઉનાળા અને શિયાળાની ઋતુ દરમિયાન નદીઓના વહેણ આકરા બનતા હોય છે, ત્યારે વઘઇ તાલુકાના આંબાપાડા ગામ નજીક અંબિકા નદી પર આવેલો ગીરા ધોધ પણ પાણીથી છલોછલ ઉભરી આવે છે.
શિયાળાની સવાર અને કુદરતી નજારો, જૂઓ આહલાદક દ્રશ્યો ગીરા ધોધ જેને ગુજરાતનો નાયગ્રા ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોમાસામાં ભારે વરસાદ અને ઉંચાઈથી પડતા ધોધને જોવા માટે અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે.
શિયાળાની સવાર અને કુદરતી નજારો, જૂઓ આહલાદક દ્રશ્યો અંબિકા નદીના વહેણ તેજ બનતા ગીરા ધોધનું રોદ્ર સ્વરૂપ જોતાની સાથે જ પ્રવાસીઓ અવાચક બની જાય છે. આ ગીરાધોધને નિહાળવા માટે લગભગ 4 મહિના સુધી પ્રવાસીઓની ભીડ જામે છે. જેમાં જિલ્લાની વાત કરીએ, તો ડાંગ જિલ્લો જે પહાડી વિસ્તાર ધરાવતો હોવાથી ચોમાસામાં ભારે વરસાદ પડતો હોય છે. તેમ છતાં પણ અહીં પાણીની સમસ્યાઓ જોવા મળે છે. દિવાળી બાદ ધીમે ધીમે નદીઓનું પાણી ધટતું જાય છે. જે કારણે તળાવ, કુવાના પાણી નીચે ઉતરી જાય છે. ત્યારે ચોમાસાની ઋતુમાં ગીરાધોધ જેવા મોટા ધોધ કે જેઓ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બને છે. જ્યારે ડુંગરોમાંથી પડતાં નાના ધોધ પણ પ્રવાસીઓ માટે મનમોહક દ્રશ્યોનું નિર્માણ કરે છે. એ જ ધોધ હાલમાં 4 મહિના બાદ શિયાળાની ઋતુમાં ખાલીખમ જોવા મળે છે. ઋતુઓની સાથે મોસમ બદલાય છે. પરિવર્તન એ કુદરતનો નિયમ છે. તેવી જ રીતના વઘઇના ગીરાધોધ ખાતે ચોમાસામાં જામતી ભીડ હાલની ઓસરતી જોવા મળે છે.
ગીરાધોધનો કુદરતી નજારો, જૂઓ આહલાદક દ્રશ્યો ચોમાસામાં પોતાના રોદ્ર સ્વરૂપને કારણે ગીરાધોધ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. શાંત પ્રકૃતિની ગોદમાં ગીરા ધોધનો સાદને સાંભળી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. જેના પગલે ચોમાસાનાં સ્થાનિકોને વિપુલ પ્રમાણમાં રોજગારીની તકો ઉપલબ્ધ થાય છે. શિયાળાની ઋતુમાં જ્યારે નદીમાં પાણી ઓછું થયું છે, ત્યારે વઘઇ ગીરાધોધ પણ ગંભીર મુદ્રા છોડી શાંત થઈ ગયો છે. આ ગીરા ધોધમાં સાવ ઓછું પાણી હોવાના કારણે હાલમાં પ્રવાસીઓની સંખ્યા પણ ધીરે ધીરે ઘટી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, હવે માત્ર રજાઓના દિવસે જૂજ સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, જ્યારે અન્ય દિવસોમાં તો નહિવત જેવા પ્રવાસીઓ જોવા મળી છે.