ગુજરાત

gujarat

ETV Bharat / state

Nagli Plant: નાગલી વનસ્પતિ સ્વાસ્થ્યમાં માટે છે લાભકારી જાણો કેવી રીતે - important in health

પ્રાકૃતિક ડાંગ જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં નાગલી વનસ્પતિ સ્વાસ્થ્યમાં મહત્વનું છે. નાગલી પોષક આહાર છે. નવજાત શિશુઓ અને અશક્ત વ્યક્તિને તથા બીમારીથી પીડિત લોકો તેમજ લોહીના ટકા માં વધારો કરે છે. હાડકાના સ્વાસ્થ્ય,ચામડી, ડાયાબિટીસ તેમજ વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે. ફિંગર મિલેટ , રાગી અથવા બાવટો અથવા નાગલી તરીકે ઓળખાય છે. તેનું વૈજ્ઞાનિક નામ છે. એલુસીન કોરકાના છે.

નાગલી વનસ્પતિ સ્વાસ્થ્યમાં માટે છે લાભકારી જાણો કેવી રીતે
નાગલી વનસ્પતિ સ્વાસ્થ્યમાં માટે છે લાભકારી જાણો કેવી રીતે

By

Published : Apr 20, 2023, 1:17 PM IST

નાગલી વનસ્પતિ સ્વાસ્થ્યમાં માટે છે લાભકારી જાણો કેવી રીતે

ડાંગઃ ડાંગ અને વલસાડ જેવા જિલ્લામાં સૌથી વધુ ખવાતુ ધાન્ય નાગલી ઘણાં બધા સ્વાસ્થયના લાભ હોવા ઉપરાંત ઓછા પાણી અને ખાતર વગરથી આ પાક લઈ શકાય છે. નાગલી માત્ર સ્વાદિષ્ટ જ નથી. તેથી પણ ભરપુર છે. તે વાત અને પિત નાશક છે. સ્વાદમાં તુરી મીઠી અને થોડી કડવી હોય છે. નાગલીમાં કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન અને ફાઇબર જેવા તત્વો પુષ્કળ માત્રામાં હોવાથી બાળકો તેમજ માતાઓ માટે અમૂલ્ય છે. વળી તેમાં ફેટ ઓછું હોવાથી પાચનમાં હલકા છે. કોઈ પણ પ્રકારની એલર્જીથી પીડાતા લોકો આરોગી શકે છે. વાવણી પૂર્વે અગાઉના પાકની લણણી થઈ ગયા પછી જમીનમાં હળ અથવા ટ્રેક્ટર આડું તથા ઊભું ચલાવી ઊંડી ખેડ કરવામાં આવે છે.

ઉત્પાદન વધારે મળેઃખેતરમાંથી પાકનાં તથા નીંદામણનું જડિયાં વીણી લઈ ખેતર સાફ કરવામાં આવે છે. ડાંગરની જેમ નાગલીની ફેર-રોપણી કરવામાં આવે તો વધારે ઉત્પાદન મળે છે. ધરુવાડિયું જમીન બરાબર ખેડી ઢેફાં ભાંગીને તૈયાર કરવામાં આવે છે. 20 દિવસનું ધરુ ફેર-રોપણી માટે યોગ્ય જણાયું છે. ફેર-રોપણી અગાઉ પૂરતો વરસાદ હોય ત્યાં જમીનને હળ થી ભાંગીને સમાર મારવો જરૂરી હોય છે. જમીન ભાંગતાં અગાઉ પાયાનું ખાતર આપવામાં આવે છે. છોડને ઉખાડી અને કાદવ જમીન તૈયાર થતા છોડને ઉપર થી જ છોડવામાં આવે છે.

આ પણ વાંચો Dang Forest Department : લાકડા કાપવાના આરોપમાં આદિવાસીને કપડાં કાઢીને વન કર્મીએ માર્યો

લાલ રંગના દાણાઃજે છોડ ને મૂળિયાં સહિત ઉપર છોડવા માં આવતા એ છોડ આપ મેળે જમીનમાં મૂળ લઈ ઉભું થાય છે. પાક રેડી થતા દાણા લીલા માંથી લાલ કે રંગ ધારણ કરે છે જ્યારે સફેદ નાગલી સફેદ રંગમાં જોવા મળે છે. નાગલીનું પોષણમૂલ્ય ચોખા કરતાં વધારે અને ઘઉં જેટલું હોય છે. છોતરું દાણાના વજનના સફેદ નાગલીના પોષણમૂલ્ય લાલ નાગલી કરતાં વધારે હોય છે. ઇલ્યુસીનીન નામના નાગલીના પ્રોલેમાઇનનું સિસ્ટીન, ટાયરોસિન અને ટ્રિપ્ટોફેનના સંદર્ભમાં ઘઉંના ગ્લાયેડીન કરતાં જૈવિક મૂલ્ય વધારે ગણાય છે. તે જવ કરતાં પણ નાઇટ્રોજન દ્રવ્ય વધારે પ્રમાણમાં ધરાવે છે.

અકસીર છે આ રોગમાંઃ અંકુરિત દાણા ની ડાયા સ્ટેટિક પ્રક્રિયા જુવારના અંકુરિત દાણા કરતાં વધારે હોય છે. પ્રાકૃતિક ડાંગ જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં નાગલી વનસ્પતિ સ્વાસ્થ્યમાં મહત્વનું છે. નાગલી પોષક આહાર છે. નવજાત શિશુઓ અને અશક્ત વ્યક્તિને તથા બીમારીથી પીડિત લોકો તેમજ લોહીના ટકા માં વધારો કરે છે. હાડકાના સ્વાસ્થ્ય,ચામડી, ડાયાબિટીસ તેમજ વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે. ફિંગર મિલેટ , રાગી અથવા બાવટો અથવા નાગલી તરીકે ઓળખાય છે. તેનું વૈજ્ઞાનિક નામ છે. એલુસીન કોરકાના છે.

આ પણ વાંચો Unseasonal rain in Dang : ડાંગમાં આહવા સહિત ત્રણેય તાલુકામાં ધોધમાર વરસાદ

મોટો ઉપયોગઃ નાગલી દળીને પૂરી, ખીર, રાબ વગેરે બનાવવામાં આવે છે. દાણાને આથવી તેમાંથી બિયર બનાવવામાં આવે છે. દાણામાંથી માલ્ટ મેળવી નવજાત શિશુઓ અને અશક્ત વ્યક્તિને પોષક આહાર તરીકે આપવામાં આવે છે. મધુપ્રમેહના દર્દીઓને નાગલીની ‘પથ્ય આહાર’ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. નાગલી પોષક તત્વોથી ભરપૂર છે. લોહીના ટકા માં વધારો , હાડકાના સ્વાસ્થ્ય માટે ચામડી માટે ફાયદા કારક છે ડાયાબિટીસમાં ઉપયોગી. તેમજ વજન ઘટાડવા માટે પણ ઉપયોગમાં લેવાય છે.

ABOUT THE AUTHOR

...view details