પોષણક્ષમ યોજના અંતર્ગત એનીમિયા, ઝાડા નિયંત્રણ, હેન્ડ વોશ ડેમોસ્ટ્રેશન, પૌષ્ટિક આહાર જેવા કાર્યક્રમો લોકભાગીદારી દ્વારા કાર્યક્રમો યોજી પોષણક્ષમ કાર્યક્રમ સફળ બનાવવા તમામ વિભાગના અધિકારીઓને જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ સૂચન કર્યું હતું.
ડાંગ જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ - dang news
ડાંગઃ જિલ્લામાં આગામી સપ્ટેમ્બર માસ દરમિયાન યોજાનાર પોષણ અભિયાન અંગેની બેઠક એન. કે. ડામોરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.
માસ પોષણ અભિયાન ઉજવણી અંગે આઈ. સી. ડી. એસ. પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન ગેડિયાએ જણાવ્યું હતું કે, આગામી તા. 04/09/2019 થી તા. 30/09/2019 દરમિયાન પોષણ અભિયાન અંગે વિવિધ વિભાગો દ્વારા જુદા જુદા કાર્યક્રમો યોજાશે. જેમ કે પોષણ સેમીનાર, કિચન ગાર્ડન, પોષણ રેલી, આરોગ્ય તપાસ, હાટ બજાર, કિશોરી જાગૃતિ, સ્વચ્છતા દિવસ, રસીકરણ, સાયકલ રેલી, પોષણ વર્કશોપ યોજાશે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર ટી. કે. ડામોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જે. ડી. પટેલ, પ્રાંત અધિકારી કાજલ ગામીત સહિત તમામ સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.