ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગમાં ભારે વરસાદને પગલે તંત્ર અને ફોરેસ્ટની ટીમ સક્રિય, આ રીતે ખુલ્લો કર્યો રસ્તો

વનાચ્છાદિત ડાંગ જિલ્લામા ખાબકેલા મુશળધાર (Massive Rainfall in Dang) વરસાદને પગલે ઠેર ઠેર ખાનાખરાબી સર્જાવા પામી હતી. વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ ધરાવતા ડુંગરાળ ડાંગ જિલ્લામા ઠેર ઠેર ઘાટ માર્ગો, ડુંગરો, ખીણો, અને ઘનઘોર જંગલ આવેલા છે. ભારે વરસાદને પગલે જિલ્લાના 18 માર્ગો ઉપર પાણી ભરાયા (Water logging on Road of Dang) છે. જ્યારે વરસાદને કારણે કુલ 26 ગામને સીધી રીતે અસર પહોંચી છે.

ડાંગઃભારે વરસાદને પગલે પોલીસ, માર્ગ મકાન અને ફોરેસ્ટની ટીમ સક્રિય,આ રીતે ખુલ્લો કર્યો રસ્તો
ડાંગઃભારે વરસાદને પગલે પોલીસ, માર્ગ મકાન અને ફોરેસ્ટની ટીમ સક્રિય,આ રીતે ખુલ્લો કર્યો રસ્તો

By

Published : Jul 11, 2022, 5:57 PM IST

Updated : Jul 11, 2022, 7:25 PM IST

ડાંગઃઆમ તો વરસાદ (Massive Rainfall in Dang) બાદ ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખિલી ઊઠે છે. લીલીછમ ધરતી જોઈને દરેકન હૈયાના (Beautiful View of Dang) ટાઢક વળે છે. જ્યારે આ વખતે ભારે વરસાદને કારણે વાતાવરણાં ઠંડક છવાઈ ગઈ છે. ડાંગમાં છેલ્લા ચોવીસ કલાકમા નોંધાયો સરેરાશ 251.25 મી.મી. વરસાદ થયો છે. જેના કારણે વહીવટી તંત્ર એલર્ટ મોડ (Water logging on Road of Dang)પર કામ કરી રહ્યું છે.

ડાંગઃભારે વરસાદને પગલે પોલીસ, માર્ગ મકાન અને ફોરેસ્ટની ટીમ સક્રિય,આ રીતે ખુલ્લો કર્યો રસ્તો

આ પણ વાંચોઃવરસાદના કારણે ક્યારેય ન જોયા હોય તેવા દ્રશ્યો દેખાયા, PMએ રાજ્યની સ્થિતિનો મેળવ્યો તાગ

ક્યાં કેટલો વરસાદઃજિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, આહવા તાલુકામા ચોવીસ કલાક દરમિયાન 275 મી.મી. (મોસમનો કુલ વરસાદ 857 મી.મી.), વઘઇ 288 મી.મી. (કુલ 872 મી.મી.), સુબિર તાલુકાનો 211 મી.મી. (કુલ 752 મી.મી.), અને સાપુતારા પંથકનો છેલ્લા ચોવીસ કલાકનો 231 મી.મી. (મોસમનો કુલ 719 મી.મી.) મળી જિલ્લામા કુલ 1005 મી.મી. વરસાદ નોંધાતા, અહીં સરેરાશ 251.25 મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે.

ડાંગમાં ભારે વરસાદને પગલે તંત્ર અને ફોરેસ્ટની ટીમ સક્રિય, આ રીતે ખુલ્લો કર્યો રસ્તો

વાહનવ્યવહારને અસરઃઆ સાથે ડાંગ જિલ્લાનો ચાલુ વર્ષનો મોસમનો કુલ વરસાદ 3200 મી.મી. એટલે કે સરેરાશ 800 મી.મી. વરસાદ નોંધાઇ ચુક્યો છે. ભારે વરસાદને પગલે સોમવારે સવારે 8 વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લાના 18 જેટલા માર્ગો, અને લો લેવલ કોઝ વે ઉપર પાણી ફરી વળતા આ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયા છે. વહીવટી તંત્રે વાહનચાલકોને આ માર્ગોને બદલે સૂચવેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. મુશળધાર વરસાદને કારણે ઠેર ઠેર નદી, નાળા, કોતરોમાંથી વરસાદી પાણી સાથે જમીનનુ મોટા પાયે ધોવાણ થવાથી, ઠેર ઠેર વૃક્ષો ધરાશાઈ થવા, માટી, પથ્થરો, અને મલબો ડુંગરો ઉપરથી નીચેની તરફ ધસી પડવા જેવા બનાવો બનતા હોય છે. જેને લઈને સામાન્ય આવાગમન અવરોધાતા જનજીવન ઉપર તેની વિપરિત અસરો પડતી હોય છે.

આ પણ વાંચોઃગેરેજમાં પડેલી ગાડીઓ પાણીમાં થઇ ગરકાવ, જૂઓ વીડિયો...

અસરગ્રસ્ત રસ્તાઓની યાદીઃનાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ, માછળી-ચીખલા-દિવડયાવન રોડ, વાંઝટઆંબા-કોયલીપાડા રોડ, ઘોડવહળ વી.એ.રીડ, કાલીબેલ-પાંઢરમાળ-વાંકન રોડ, અને પાતળી-ગોદડિયા રોડ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આ માર્ગો બન્ધ થવાથી 26 ગામો અસરગ્રસ્ત થવા પામ્યા છે.

Last Updated : Jul 11, 2022, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details