ગુજરાત

gujarat

ડાંગના શબરીધામ ખાતે રામ મંદિર શિલાન્યાસ મહોત્સવને લઇને હોમહવન યજ્ઞ કરાયો

અયોધ્યામાં ભગવાન શ્રીરામનાં ભવ્ય મંદિરનાં શિલાન્યાસ મહોત્સવને લઈને ડાંગ જિલ્લાનાં શબરીધામ ખાતે શ્રદ્ધાળુઓએ હોમ હવન યજ્ઞ કરી રામલલ્લાની પૂજા અર્ચના કરી પંપા સરોવરનાં પવિત્ર જળનો અભિષેક કર્યો હતો.

By

Published : Aug 5, 2020, 7:39 PM IST

Published : Aug 5, 2020, 7:39 PM IST

ડાંગના શબરીધામ ખાતે રામ મંદિર શિલાન્યાસ મહોત્સવને લઇને હોમ હવન યજ્ઞ કરાયો
ડાંગના શબરીધામ ખાતે રામ મંદિર શિલાન્યાસ મહોત્સવને લઇને હોમ હવન યજ્ઞ કરાયો

ડાંગ: આજે આયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત મહાન હિન્દૂ સંતોનાં હસ્તે અયોધ્યા ખાતે ભવ્ય શ્રીરામ મંદિરનું શિલાન્યાસ કરવામાં આવ્યો છે. શિલાન્યાસ મહોઉત્સવને લઈને ડાંગનાં શબરીધામ સુબિરનાં રામ મંદિર ખાતે પણ શ્રદ્ધાળુઓએ હોમ હવન યજ્ઞ કરી રામલલ્લાની પૂજા અર્ચના કરી પંપા સરોવરનાં પવિત્ર જળનો અભિષેક કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર રામાયણ કાળની પ્રસિદ્ધ નગરી અને ભગવાન શ્રીરામનું જન્મ સ્થાનક તરીકે ઓળખાતી અયોધ્યા નગરી હિન્દૂ શ્રધ્ધાળુઓ માટે અનેરૂ સ્થાન ધરાવે છે.

ડાંગના શબરીધામ ખાતે રામ મંદિર શિલાન્યાસ મહોત્સવને લઇને હોમ હવન યજ્ઞ કરાયો

5મી ઓગસ્ટનાં રોજ દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત મહાન હિન્દૂ સંતોનાં હસ્તે અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરનાં ભવ્ય નિર્માણ માટે શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો.

દેશમાં હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે, ત્યારે તકાદારીનાં ભાગરૂપે આ દેશનાં મહાપર્વમાં ભાગ ન લઈ શકનારા હિન્દૂ શ્રદ્ધાળુઓએ 5મી ઓગસ્ટનાં રોજ ઘરબેઠા રામલલ્લા દર્શન કર્યા હતા.

રાજ્યનાં છેવાડે આવેલા દંડકારણ્ય ડાંગ જિલ્લાનાં શબરીધામ સુબિર ખાતે પણ રામાયણકાળ દરમિયાન ભગવાન શ્રીરામે પાવન પગલા પાડી ભીલડી માતા શબરીને દર્શન આપી ભીલડી માતાનાં ચાખેલા એઠા બોર ખાધા હતા.

ડાંગની ભૂમિ પર પ્રભુશ્રીરામે પાવન પગલા પાડ્યા હોવાથી ડાંગ જિલ્લાનો નાતો પણ રામલલ્લા સાથે જોડાયેલો છે.

5મી ઓગસ્ટનાં રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામનાં ભવ્ય મંદિરનાં શિલાન્યાસ મહો ઉત્સવને લઈને ડાંગ જિલ્લાનાં શબરીધામ સુબિર ખાતેનાં શબરીમાતાનાં મંદિરે ભક્તો દ્વારા હોમ હવન યજ્ઞ કરી પંપા સરોવરનું પવિત્ર જળનો અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી.

અયોધ્યા રામ મંદિરનાં શિલાન્યાસને લઈને ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા, વઘઇ, સુબિર સહીત હનુમાનજીનાં મંદિરોમાં ભક્તો દ્વારા જયશ્રીરામનાં ધજાઓ બાંધી શિલાન્યાસ કાર્યક્રમને વધાવ્યો હતો.

ડાંગ જિલ્લામાં હિન્દૂ શ્રદ્ધાળુઓએ પણ 5મી ઓગષ્ટનાં રોજ ઘરમાં જ સોશિયલ ડિસ્ટનસિંગ જાળવી ભજન કીર્તન સાથે પ્રભુશ્રીરામની પૂજા અર્ચના કરી હતી. કોરોનાની મહામારી વચ્ચે ડાંગ જિલ્લામાં જનજીવન સવારથી જ ઘરમાં ટીવી સામે બેસી જઈ ભવ્ય રામમંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ તેમજ રામલલાનું રામ દરબારમાં આગમનનાં મહોત્સવને માણી ધન્યતા અનુભવી હતી.

અયોધ્યામાં ભગવાન શ્રીરામનાં ભવ્ય મંદિરનાં શિલાન્યાસ મહોત્સવને લઈને ડાંગ જિલ્લાનાં શબરીધામ સુબીર ખાતે ભક્તોએ હોમ હવન યજ્ઞ સહિત પ્રભુશ્રીરામ, લક્ષ્મણ, ભીલડી માતા શબરી અને હનુમાનજીનાં મૂર્તિ ઉપર પંપા સરોવરનાં પવિત્ર જળનો અભિષેક કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details