ગુજરાત

gujarat

ETV Bharat / state

ગિરિમથક સાપુતારા 45 દિવસનાં સ્વૈચ્છિક લોકડાઉન બાદ થયું અનલોક, સ્થાનિકોમાં વધ્યો કોરોનાનો ભય - saputara tourisam

રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા 45 દિવસનાં સ્વૈચ્છિક લોકડાઉન બાદ ગત બે દિવસથી અનલોક થતા ધીમે ધીમે પ્રવાસીઓનો પગરવ ધબકતો થયો છે. પ્રવાસીઓનાં આવાગમનનાં પગલે ડાંગ જિલ્લામાં કોરોના સંક્રમણ વધવાનો ભય વધ્યો છે.

ગિરિમથક સાપુતારા 45 દિવસનાં સ્વૈચ્છિક લોકડાઉન બાદ થયું અનલોક,
ગિરિમથક સાપુતારા 45 દિવસનાં સ્વૈચ્છિક લોકડાઉન બાદ થયું અનલોક,

By

Published : May 25, 2021, 1:57 PM IST

  • કોરોનાની બીજી લહેરમાં સાપુતારા છેલ્લા 45 દિવસથી હતું લોકડાઉન
  • હાલ કોરોનાના કેસ ઓછા થતા સાપુતારા ફરી થયું અનલોક
  • હાલ વાતાવરણ આહલાદક હોવાથી પ્રવાસીઓનો પગરવ વધ્યો

ડાંગઃકોરોના સંક્રમણની બીજ લહેરમાં સરકાર દ્વારા ફરીથી લોકડાઉન અને કર્ફયુ જાહેર કરવામાં આવ્યુ હતુ, ત્યારે રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પણ 45 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયુ હતુ. જે હવે બે દિવસથી અનલોક થતા ધીમે ધીમે પ્રવાસીઓનો પગરવ ધબકતો થયો છે. પ્રવાસીઓનાં આવાગમનનાં પગલે ડાંગ જિલ્લામાં કોરોના સંક્રમણ વધવાનો ભય વધ્યો છે.

ગિરિમથક સાપુતારા 45 દિવસનાં સ્વૈચ્છિક લોકડાઉન બાદ થયું અનલોક,

આ પણ વાંચોઃડાંગમાં ગિરિમથક સાપુતારા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ

45 દિવસના સ્વૈચ્છિક લોકડાઉન બાદ સાપુતારા થયું અનલોક

રાજ્યનાં છેવાડે આવેલો ડાંગ જિલ્લો પ્રાકૃતિક વન સંપદાથી ઘેરાયેલો વિસ્તાર છે. ડાંગની પ્રકૃતિને માણવા દરેક ઋતુઓમાં રાજ્ય સહિત અન્ય રાજ્યનાં પ્રવાસીઓ ઉમટી પડે છે. જેમાં ડાંગ જિલ્લાનું એકમાત્ર પ્રવાસન સ્થળ સાપુતારા પણ પ્રવાસીઓથી ધબકતુ જોવા મળી રહે છે. પરંતુ કોરોનાની બીજી લહેરમાં આ પ્રવાસન સ્થળે પ્રવાસીઓ આવવાનું ટાળી દેતા અહીના સમગ્ર સ્થળો સુમસામ ભાસી ઉઠ્યા હતા. આથી લારી-ગલ્લા એસોસીએશન દ્વારા 45 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરતા સૂમસામ જોવા મળ્યુ હતુ. જેમાં ગત બે દિવસથી ધીમે ધીમે ગિરિમથક સાપુતારા સ્વૈચ્છિક લોકડાઉનમાંથી અનલોક થતા હવે પ્રવાસીઓનો પગરવ ધબકતો જોવા મળી રહ્યો છે.

ગિરિમથક સાપુતારા 45 દિવસનાં સ્વૈચ્છિક લોકડાઉન બાદ થયું અનલોક,

આ પણ વાંચોઃસાપુતારામાં સ્થાનિક પ્રવાસીઓ રજા માણવા ઉમટી પડ્યાં

પ્રવાસીઓનાં ઘસારાથી સ્થાનિક લોકોમાં કોરોનાં સંક્રમણનો ભય

ગિરિમથક સાપુતારા ખાતેની એડવેન્ચર પ્રવૃતિઓમાં પેરાગ્લાયડીંગ, બોટિંગ, રોપ-વે સહિતની પ્રવૃતિઓને સંચાલકો દ્વારા ખુલ્લી મૂકી દેવાતા આવનારા દિવસોમાં આ સ્થળોએ ભીડ જામશે તેવી શકયતા જોવા મળી રહી છે. ગિરિમથક સાપુતારા અનલોક થઈ ખુલ્લી જતાં અહી અન્ય રાજ્યો સહિત ગુજરાતનાં મોટા શહેરોમાંથી પ્રવાસીઓ ઉમટી પડશે અને કોરોનાનું સંક્રમણ વધવાની ભીતિ વર્તાશે. કોરોનાની બીજી લહેરમાં ડાંગ જિલ્લામાં વિસ્ફોટક સ્થિતિએ પોઝિટિવ કેસો અને મૃત્યુ દરમાં વધારો નોંધાયો હતો. બાદમાં જિલ્લામાં મે મહિનામાં સ્વૈચ્છિક લોકડાઉનનાં પગલે સંક્રમણનો દર ઘટતા સ્થાનિક લોકો સહિત વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો છે. જેમાં ગિરિમથક સાપુતારા ફરીથી ધબકતુ થતા અહી આવનારા દિવસોમાં પ્રવાસીઓની ભીડ કોરોનાનાં સંક્રમણમાં વધારો કરવાની સાથે ડાંગી જનજીવન માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details