આહવા: રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં જૂન મહિનાના પ્રારંભની સાથે જ વિધિવત રીતે વરસાદ વરસવાનું ચાલુ રહેતા ડાંગી જનજીવન ખુશખુશાલ બન્યું હતું,સાથે આ વરસાદના પગલે ડાંગ જિલ્લાની પૂર્ણા,ગીરા,ખાપરી,અને અંબિકા નદી સહિત વહેળાઓમાં પાણીનો ભરાવો થયો હતો.
ડાંગ જિલ્લામાં લાંબા સમયબાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત પંથકોના ગામડાઓમાં આખરે લાંબા સમયના વિરામ બાદ વરસાદ વર્સયો હતો. વરસાદ આવતા ડાંગી ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા.
ડાંગ જિલ્લાના ગામડાઓમાં જૂન મહિનામાં વિધિવત રીતે વરસાદ વરસતા ડાંગી તાતે વિવિધ પાકોના બિયારણ ઓરી દેતા છેલ્લા 26 દિવસમાં આ પાકોનું ધરૂ ઉગી નીકળી મોટુ થયું હતું,પરંતુ આ અઠવાડિયામાં એકાએક કુદરતી મહેર સમા વરસાદે વિરામ લેતા ડાંગ જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.
આદરમાં ઉગેલા ધરૂ સહિતના પાકો સુકાઈ રહ્યા હતા,તેવામાં શુક્રવારે સવારથી સાંજ સુધી અસહ્ય બફારો રહ્યો હતો,સાંજે 5 વાગ્યા પછી ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા,માલેગામ,શામગહાન,ચીખલી, ગલકુંડ,બારીપાડા, ચીખલી,તેમજ સરહદીય ગામડાઓમાં થોડી વેળા માટે ગાજવીજ સાથે વરસાદ વર્સયો હતો.જે બાદ સમગ્ર પંથકમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી ગઇ હતી, શુક્રવારે પડેલા વરસાદના પગલે સાપુતારા સહિત પંથકના ગામડાઓના ખેડૂતોના પાકોને નવું જીવતદાન મળ્યું હતું.