ડાંગ જિલ્લાની લોકમાતા અંબિકા નદીમાં ભારે વરસાદને પગલે નાના કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યાં હતાં. જેના કારણે સવારથી અનેક જિલ્લાના મુખ્ય મથકથી સંપર્ક વિહોણા બન્યાં હતા. જેમાં મોટા બરડા, સૂર્યા બરડા, દગુનિયા, કુંડા, સિલોટમાળ, ઘોડાવહળ, ધાગડી, ભદરપાડા, સુસરદા, માળુંગા, માનમોડી, નિમ્બારપાડા ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.વાવાઝોડા અને મુશળધાર વરસાદને પગલે અડધા વન પ્રદેશમાં અંધારપટ છવાઈ હતો.
ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ, અંબિકા નદી ગાંડીતુર બની બન્ને કાંઠે વહેવા લાગી - Heavy rainfall
ડાંગ: જિલ્લામાં છેલ્લા દસેક દિવસથી સતત ધોધમાર વરસાદને પગલે ડાંગ જિલ્લાની ચારેય લોકમાતાઓ બન્ને કાંઠે વહેવા લાગી છે. વીજળીના તડકા ભડાકા અને વાવાઝોડા સાથે મેઘરાજાની સવારી આવતાં સમગ્ર ડાંગમાં પાણી પાણી થયું હતું. મુશળધાર વરસાદને પગલે અંબિકા નદીના વહેણ તેજ બન્યા હતાં. જેના કારણે અંબિકા નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ, અંબિકા નદી ગાંડીતુર બની બન્ને કાંઠે વહેવા લાગી
છેલ્લા કેટલાય દિવસોથી ધોધમાર વરસાદને પગલે કોઝવે ઓવરફ્લો થઈ જવાની ઘટના બને છે. અંબિકા નદી પર આવેલ ઘોડાવહળ ગામનો કોઝવે સતત ઓવરફ્લો હોય છે. જેના કારણે લોકોને દિવસ દરમિયાનના કામોમાં બાધા પડી રહી છે. બીજી તરફ વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતાં નથી. ગામલોકને દૂધ ભરી જવામાં તકલીફ પડ છે. ગામ લોકો દ્વારા તંત્ર ને સતત રજુઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તંત્ર ઉઘતું હોય તેવું લાગે છે.