ગુજરાત

gujarat

ETV Bharat / state

ગિરિમથક સાપુતારા ખાતે હૉટલ્સ શરૂ થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ - Girimathak Saputara

ગુજરાત રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કોરોના મહામારીનાં પગલે માર્ચ મહીનાથી બંધ હતું. આજથી રાજ્ય સરકારની ગાઉડલાઇન મુજબ સાપુતારાની તમામ હોટેલો ચાલુ કરતા સ્થાનિકોમાં ખુશીની લહેર વ્યાપી ગઇ હતી.

સાપુતારા
સાપુતારા

By

Published : Jun 8, 2020, 9:04 PM IST

ડાંગઃ ગુજરાત રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કોરોના મહામારીનાં પગલે માર્ચ મહીનાથી બંધ હતું. લોકડાઉનનાં પગલે સાપુતારામાં તમામ હોટેલ અને રેસ્ટોરન્ટને બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે સોમવારથી રાજ્ય સરકારની ગાઉડલાઇન મુજબ સાપુતારાની તમામ હોટેલો ચાલુ કરતા સ્થાનિકોને રોજગારી મળવાની સાથે ખુશીની લહેર વ્યાપી ગઇ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર વૈશ્વિક મહામારી કોરોનાનાં પગલે ગિરિમથક સાપુતારાની તમામ હોટેલ, રોસ્ટોરન્ટ, મંદિરોને બંધ કરી દેવામા આવ્યા હતા. ગિરિમથક સાપુતારા પોતાના આહલાદક અને શીતળ વાતાવરણ માટે સમગ્ર દેશમાં જાણીતું છે, ઉનાળાની તપતી ગરમીમાં ઠંડકતાની શિતળતાને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.

ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા પ્રવાસીઓનાં મનોરંજન માટે અહી દરેક ઋતુમાં ફેસ્ટિવલ પણ યોજવામાં આવે છે. પણ આ વર્ષે લોકડાઉનનાં કારણે ઉનાળામાં પ્રવાસી વગર સાપુતારા શાંત ભાષી રહ્યું હતું. ત્રણ મહિનાથી પ્રવાસીઓ વગર સુનુ સાપુતારા હવે ફરી ધમધમતુ થશે, લોકડાઉનનાં કારણે બંધ સાપુતારાનાં હોટેલ માલિકોને કરોડોનું નુકસાન થયું છે.

આજથી કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ અનલોક-1માં કન્ટેન્ટમેન્ટ વિસ્તાર સિવાયનાં અન્ય વિસ્તારોમાં હોટેલ, મોલ્સ, રેસ્ટોરન્ટ અને મંદિરોને સોશિયલ ડિસ્ટનસીંગ, માસ્ક અને સેનેટાઇઝરનાં ઉપયોગથી ચાલુ કરવામાં આવ્યા છે. ત્યારે ગિરિમથક સાપુતારા ખાતે પણ આજથી હોટેલ, મંદિરો અને રેસ્ટોરન્ટને ચાલુ કરવામાં આવ્યા છે.

સાપુતારા ખાતે બંધ હોટેલ ચાલુ થતા સ્થાનિક કક્ષાએ લોકોને રોજગારી મળી શકશે. સાપુતારામાં સ્થાનિક લોકોનાં મર્યાદિત સ્ટાફ સાથે આજે તમામ હોટેલો ચાલુ જોવા મળી હતી. ડાંગ જિલ્લામાં વરસાદ પડતાની સાથે જ સાપુતારામાં જાણે કુદરતે છૂટા હાથે સૌંદર્ય વેર્યું હોય એવા દ્રશ્યો સર્જાયા છે, ત્યારે પ્રવાસીઓ આ કુદરતનાં સૌંદર્યને માણવા આવશે એવી આશા હોટેલ માલિકોમાં સેવાઇ રહી છે.

ABOUT THE AUTHOR

...view details