ડાંગ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2020માં લેવાયેલી ધોરણ-10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાાં રાજ્યનું 60.64 ટકા જેટલુ પરીણામ જાહેર થયું હતું.
તેવામાં રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાનું ધોરણ-10 બોર્ડનું પરિણામ 63.85 ટકા જેટલું જાહેર થયું છે. ડાંગ જિલ્લામાંથી માર્ચ-2020માં લેવાયેલી બોર્ડની પરીક્ષાના 07 પરીક્ષા કેન્દ્રો ઉપર કુલ-3018 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 2932 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 1872 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ અને 1060 વિદ્યાર્થીઓ અણઉત્તીર્ણ થતા જિલ્લાનું 63.85 ટકા જેટલું પરિણામ આવ્યું છે.
ડાંગ જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં A-1 ગ્રેડમાં-00 વિદ્યાર્થીઓ, A-2 ગ્રેડમાં-5 વિદ્યાર્થીઓ, B-1 ગ્રેડમાં-72 વિદ્યાર્થીઓ,B-2 ગ્રેડમાં-282 વિદ્યાર્થીઓ, C-1ગ્રેડમાં-715 વિદ્યાર્થીઓ, C-2 ગ્રેડમાં-692 વિદ્યાર્થીઓ, D-ગ્રેડમાં-106 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા.
ડાંગ જિલ્લાની (1)એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ આહવાનું-100 ટકા (2) માધ્યમિક શાળા રંભાસનું-100 ટકા (3) નવચેતન ઝાવડા હાઇસ્કુલનું- 95.55 ટકા (4) સરકારી માધ્યમિક શાળા ખાતળનું-87.05 ટકા (5) સરકારી માધ્યમિક શાળા સાકરપાતળનું-86.11 ટકા (6) સંત અન્ને ઈંગ્લીશ મિડીયમ શાળા સાપુતારાનું-96 ટકા (7) એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ બાલિકા સાપુતારાનું-89.65 ટકા (8) એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ સાપુતારાનું-84.75 ટકા (9) સંત થોમસ સ્કૂલ ઝાવડાનું-93.06 ટકા (10) એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ માલેગામનું-89.50 ટકા (11) એકલવ્ય રેસિડેન્સીયલ સ્કૂલ બારીપાડાનું-85.71 ટકા જેટલુ પરિણામ આવ્યુ હતું.
ડાંગ જિલ્લામાં શૂન્ય રિઝલ્ટમાં 01 શાળાનો સમાવેશ થયો છે. જ્યારે 30 ટકાથી નીચે પરિણામમાં 12 શાળાઓનો સમાવેશ થયો હતો. ડાંગ જિલ્લામાં ધોરણ-10 બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને ડાંગ કલેક્ટર એન.કે.ડામોર,જિલ્લા શિક્ષણ અધિકારી.એમ.સી.ભૂસારા,ઈ. આઈ.વિજયભાઈ દેશમુખ તથા વહીવટી તંત્રની ટીમે શુભેચ્છાઓ પાઠવી હતી.