ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગમાં ભાડાના મકાનમાં ચાલે છે સરકારી દવાખાનું, નવા મકાનની મંજૂરી આપવા માગ

ડાંગમાં સરકારી આયુર્વેદિક દવાખાનું ભાડાના મકાનમાં ચાલી રહ્યું છે. જોકે દવાખાના માટે યોગ્ય મકાનની મંજૂરી આપવાની માગ સાથે જિલ્લાના જાગૃત આદિવાસી જન એકતા સંગઠને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

By

Published : Sep 21, 2020, 8:13 PM IST

ડાંગમાં ભાડાના મકાનમાં ચાલે છે સરકારી દવાખાનું, નવા મકાનની મંજૂરી આપવા માગ
ડાંગમાં ભાડાના મકાનમાં ચાલે છે સરકારી દવાખાનું, નવા મકાનની મંજૂરી આપવા માગ

ડાંગ:છેલ્લા ઘણા સમયથી ડાંગમાં આયુર્વેદિક દવાખાનું બનાવવા માગ કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને જાગૃત આદિવાસી જન એકતા સંગઠને ડાંગના જિલ્લા કલેક્ટર એન. કે. ડામોરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર આપીને સંગઠનના પ્રમુખ ગિરીશ ગિરજલીએ સરકારી આયુર્વેદિક દવાખાનાની મંજૂરી માગી હતી. ડાંગ જિલ્લાના બરડીપાડા, પાંડવા, ચીચલી, માનમોડી, રંભાસ, ગલકુંડ વગેરે જેવા ગામોમાં હાલ સરકારી આયુર્વેદિક દવાખાનાઓ ભાડાના મકાનમાં કાર્યરત છે. જ્યારે દવાખાના માટે સરકાર દ્વારા તાત્કાલિક નવા મકાનો માટે મંજૂરી આપવામાં આવે તેવી માગ સાથે જાગૃત આદિવાસી જન એકતા સંગઠને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

અહીં ગામડાઓમાં આવેલા સરકારી દવાખાનાઓની બિલ્ડિંગ ખંડેર હાલતમાં હોવાથી રૂ. 2475 ભાડું ચૂકવી ભાડાના મકાનમાં દવાખાનું ચલાવવાનો વારો આવ્યો છે. દવાખાનામાં કામ કરતા વર્ગ-2ના મેડિકલ ઓફિસરોને પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ થતી નથી તેમ જ બરડીપાડા ગામમાં સરકારી આયુર્વેદિક મકાન માટેની અરજી ઉચ્ચ સત્તાવાળાઓને મોકલી દેવામાં આવી છે છતાં તંત્ર દ્વારા તેને ધ્યાનમાં લેવાતી નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ તમામ માગ સાથે જાગૃત આદિવાસી જન એકતા સંગઠન દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details