ડાંગઃ રાજ્યમાં એકમાત્ર ગિરિમથક ધરાવતા ડાંગ જિલ્લાનું સાપુતારા હાલ કોરોના વાઇરસ ઈફેક્ટને કારણે સંપૂર્ણ બંધ છે. ત્યારે હોટલ એસોસિએશન અને વહીવટી તંત્રનો ભાગ એવી નોટીફાઈડ એરિયા કચેરી દ્વારા ગરીબ અને નાના ધંધાર્થી લોકોને જીવન જરૂરિયાતની અનાજ-કરિયાણાની કીટ આપવામાં આવી હતી.
હોટલ એસોસિએશન સેક્રેટરી તુકારામ કરડીલેએ જણાવ્યું હતું કે, અહીં નવાગામ ખાતે રહેતા નાના ધંધાદારીઓ, લારી-ગલ્લાવાળા તથા ગરીબ અને જરૂરિયાતમંદ એવા લોકો કે જેમને અનાજ-કરિયાણાની આવશ્યકતા છે. એવા 200 લોકોને જુદા તારવીને અનાજકીટ આપવામાં આવી હતી. સાથે-સાથે માલેગામ, બરડપાણી, જોગબારી જેવા ગામોના લોકોને પણ આવી કીટ આપવામાં આવી રહી છે.