આહવામાં આવેલાં આબાંપાડા વિસ્તારમાં રહેતી 8 વર્ષીય સારિકાના માતા -પિતાનું માંદગીમાં મૃત્યુ થયું. નાનકડી સારિકાનો એકમાત્ર આધાર છીનવાઈ ગયો, ત્યારે સારિકાના મામા સુરેશભાઈ માહલે તેની જવાબદારી ઉપાડી.પણ તેની આર્થિક જવાબદારી ઉઠાવવામાં તેમને કટોકટીનો સામનો કરવો પડતો હતો. તે માંડ મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. તેવામાં સારિકાની જવાબદારી ઉઠાવવામાં ઘણી મુશ્કેલી થતી હતી. તે દરમિયાન સુરેશભાઈને સરકારની પાલક માતા-પિતા યોજનાની જાણ થઈ અને તેમણે આ યોજનાનો લાભ લઈ સારિકાના જીવનને સુરક્ષિત કરવાનો નિર્ણય કર્યો.
સારિકાના મામા સુરેશને ડાંગમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ, ડાંગ-આહવાની કચેરીમાં સંપર્ક કર્યો અને સંબધિત કચેરીમાંથી પાલક માતા-પિતા યોજનાની સંપૂર્ણ જાણકારી મેળવી. પાલક પિતાનું અરજીપત્રક સાથે જરૂરી પુરાવા રજૂ કર્યા. સારિકાના માતા-પિતાનો મરણનો દાખલો, ચૂંટણી કાર્ડ, આવકનો દાખલો અને તલાટી-કમ મંત્રીના દાખલા સહિતના દસ્તાવેજો રજૂ કર્યા.