આહવાઃ ગુજરાત રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાને રાજ્ય સરકાર દ્વરા 100% ઓરોર્ગેનીક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે અહીં વર્ષોથી અમુક શાકભાજીની ખેતી ઓર્ગેનીક પધ્ધતીઓ દ્વરા જ કરી રહ્યા છે. ચાલુ વર્ષે મોટા ભાગના ખેડુતોએ દેશી લસણની ખેતી સારા એવા પ્રમાણમાં કરી છે. જેના કારણે જ આ દેશી લસણની માંગ વધી છે. પરંપરાંગત ખેતી પદ્ધતીને આ ખેડુતોએ આજે પણ જીવંત રાખી છે.
ડાંગ જિલ્લામાં ખેડૂતો કરે છે પારંપરિક ઓર્ગેનીક લસણની ખેતી - લસણ ખેતી
ગુજરાત રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાને રાજ્ય સરકાર દ્વારા 100% ઓર્ગેનીક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે અહીં વર્ષોથી અમુક શાકભાજીની ખેતી ઓર્ગેનીક પધ્ધતીઓ દ્વરા જ કરી રહ્યા છે. ચાલુ વર્ષે મોટા ભાગના ખેડુતોએ દેશી લસણની ખેતી સારા એવા પ્રમાણમાં કરી છે. જેના કારણે જ આ દેશી લસણની માંગ વધી છે.
સાપુતારાના તળેટીય વિસ્તારમાં આવેલા બરડપાણી ગામ જ્યાં 2000ની વસ્તી છે અને દરેક લોકો ખેતીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ ગામના ખેડૂતો ઓર્ગેનિક દેશી લસણની મબલખ ખેતી કરે છે અને હાલે પણ ખેડૂતો પોતાના પરિવાર સાથે ખેતી કામમાં જોતરાયા છે. પરિવાર સંગ ખેતરમાંથી લસણ કાઢી તેને સાફ સફાઈ કરી વેચાણ કરી રહ્યા છે.
આહવા સ્થિત આત્મા પ્રોજેકટ ડાયરેક્ટર એમ.એમ.પટેલ જણાવે છે કે, રાજ્ય સરકાર દ્વારા ડાંગ જિલ્લાને ઓર્ગેનીક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે અહીં બે યોજનાઓ અમલીકરણમાં છે. જેમાં ડાંગ જિલ્લા 100 % ઓર્ગેનીક શ્રાવલબંન યોજના અને પરંપરાગત કૃષિ વિકાસ યોજના આ યોજનામાં 4300 ખેડુતોને આવરી લીધા છે. ડાંગ જિલ્લાની તમામ ખેતી ઓર્ગેનીક પદ્ધતી દ્વારા થાય છે. ખાસ કરીને શાકભાજીમાં લસણ, આ ખેતીમાં ફોસ્ફરસ ખાતર, તેમજ પ્રવાહી જૈવીક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે.
અત્યારે ડાંગ જિલ્લામાં લસણ પકવતા ખેડૂતો નજીકના બજારોમાં લસણ વેચવા માટે જાય છે. જ્યારે ઘરની સ્ત્રીઓ ઘર બેઠા લસણનું વેચાણ કરે છે. સાપુતારાની તળેટી વિસ્તારમાં બર્મ્યાંવડ, સોનૂનીયા, હુંબાપાડા, શામગહણ, ગુંદિયા, ગોટીયામાળ, જેવા ગામમાં ખેડૂતો એ દેશી લસણની ઓર્ગેનિક ખેતી કરી છે.