ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગઃ ચીખલા ગામનો કોઝવે રિપેર નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર, સોશિયલ મીડિયામાં મેસેજ વાઇરલ - ડાંગમાં પેટા ચૂંટણીનો બહિષ્કાર

ડાંગ જિલ્લાની વિધાનસભાની પેટા ચૂંટણીના પડઘમ વચ્ચે વઘઈ તાલુકામાં સમાવિષ્ટ માછળી ગામથી ચીખલા ગામને જોડતો કોઝવે ચોમાસાના 2 મહિના બાદ પણ રિંપેરીંગ થયો નથી. જેથી ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા છે.

ETV BHARAT
ચીખલા ગામનો કોઝવે રિપેર નહીં થવા પર ચૂંટણીનો બહિષ્કાર

By

Published : Oct 31, 2020, 9:48 PM IST

  • ડાંગમાં સોશિયલ મીડિયામાં મેસેજ વાઇરલ
  • વાઇરલ મેસેજમાં ચૂંટણી બહિષ્કાર કરવા અંગે અપાયો સંદેશ
  • કોઝવે રિપેર કરવા ગ્રામલોકોએ કરી માગ

ડાંગઃ રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં વિધાનસભાની પેટા ચૂંટણીની ધમાચકડી ચાલી રહી છે. ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા માટે ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષનાં ઉમેદવારો મતદારોને રિઝવવા માટે પોતાના મુદ્દા આગળ ધરી મત માંગી રહ્યા છે, ત્યારે આ ચૂંટણીની વચ્ચે ડિજિટલ ઇન્ડિયાના વિકાસનું સ્વપ્ન પગ તળિયે રોળાયું હોય તેવું સચોટ ઉદાહરણ વઘઇ તાલુકામાં સમાવિષ્ટ માછળીથી ચીખલાને જોડતો કોઝવે છે.

ચૂંટણી બહિષ્કારના મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ

વઘઇ તાલુકાનાં માછળી અને ચીખલા ગામને જોડતો મિનિ કોઝવેની હાલત અત્યંત બિસ્માર બની છે. આ કોઝવે 2 મહિના અગાઉ ભારે વરસાદનાં કારણે ધોવાઈ ગયો હતો, ત્યારે ગતિશીલ ગુજરાતના ડાંગ જિલ્લાના અધિકારીઓએ ગત 2 મહિનાથી આ કોઝવેની રિપેરીંગ કામગીરી પણ હાથ ધરી નથી. જેથી આ ગામના યુવાનોએ સોશિયલ મીડિયાનો સહારો લઈ એક મેસેજ વાઇરલ કર્યો છે. જેમાં કોઝવે રિપેર નહીં કરવામાં પર ચૂંટણીનો બહિષ્કાર કરવા અંગે કહેવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details