ગુજરાત

gujarat

ETV Bharat / state

આહવામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત જિલ્લા સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ - શૌચાલય વિહોણા

ડાંગઃ જિલ્લા પંચાયતના સભાખંડમાં શુક્રવારના તારિખ 10/01/2020ના રોજ જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત જિલ્લા સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી.

District Sanitation Committee meeting
આહવામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત જિલ્લા સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

By

Published : Jan 11, 2020, 5:18 AM IST

જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ સ્વચ્છતા સમિતિની બેઠકમાં જણાવ્યું હતું કે, આહવા, વધઈ અને સુબીર તાલુકાના ગામોમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ શૌચાલય વિહોણા લાભાર્થીઓને એન.ઓ.એન. બીએલએસમાં આવરી લેવા તથા મહાત્મા ગાંધી નરેગા યોજના અંતર્ગત તેમજ લાભાર્થીઓએ જાતે બનાવેલા હોય તેવા તથા એનજીઓ દ્વારા પૂર્ણ કરવામાં આવેલ વ્યક્તિગત શૌચાલયના લાભાર્થીઓની યાદી રજુ કરવા તાલુકા વિકાસ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

સ્વચ્છ ભારત મિશન

વધુમાં ધવલીદોડ અને કોટબા ગામનું ફરીથી સર્વે કરી શૌચાલય વિહોણા લાભાર્થીઓ ધ્યાને આવે તો લાભ આપવા કાર્યવાહી કરવા તથા ત્રણે તાલુકાના મોટા ગામોનું સર્વે તલાટી કમ મંત્રીઓ સાથે તાલુકા વિકાસ અધિકારીઓએ મીટીંગ કરી શૌચાલય વિહોણા લાભાર્થીઓને લાભ આપવા જરૂરી કાર્યવાહી કરવા જિલ્લા વિકાસ અધિકારી વઢવાણિયાએ તાકીદ કરી હતી.

જિલ્લા સ્વચ્છતા સમિતિની બેઠક

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ડી.આર.અંસારીએ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત એલઓબી લક્ષ્યાંક 5900 સામે એસબીએમ આહવા તાલુકામાં 1065,વધઈ ખાતે 1815 અને સુબીર ખાતે 1757 મળી ડાંગમાં કુલ- 4607 શૌચાલયો તેમજ ચાલુ માસમાં સુબીર તાલુકામાં 52 શૌચાલયો મળી કુલ 4659 શૌચાલયો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેનો એકંદરે ખર્ચ આહવા રૂપિયા 108.52 લાખ, વધઈમાં 104.48 લાખ, સુબીરમાં 84.14 લાખ અને જિલ્લા કક્ષા રૂપિયા 86.36 લાખ ખર્ચ કરવામાં આવ્યો છે. વર્લ્ડ બેંક આસીસટેડ હેઠળ શૌચાલય આહવા ખાતે 613ના લક્ષ્યાંકની સામે 448 પૂર્ણ, વધઈ ખાતે 308ના લક્ષ્યાંકની સામે 292 પૂર્ણ અને સુબીર 173 લક્ષ્યાંકની સામે 43 પૂર્ણ કરવામાં આવ્યા છે. જેમાં ચાલુ માસમાં કુલ રૂપિયા 70.63 લાખ ખર્ચ કરવામાં આવ્યો છે.

ગ્રામ વિકાસ એજન્સીના વિપુલ પરદેશીએ ગોબરધન પ્રોજેક્ટ બનાવીને ગેસ પ્લાન્ટનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. જેમાં 490 મકાનોમાં પશુપાલકો દ્વારા ગોબરગેસ એજન્સી મારફતે આયોજન કરવામાં આવશે.

સ્વચ્છ ભારત મિશનની આ બેઠકમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.સંજય શાહ, પ્રાયોજન વહીવટદાર કે.જી.ભગોરા, પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર જી.એ.પટેલ, આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી શિવાજી તબિયાર, પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ભાવનાબેન ગેડિયા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details