ડાંગઃ જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.ડામોરે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-34 અન્વયે મળેલ સત્તાની રૂએ ફરમાવ્યું છે કે, તમામ રોજગાર પુરો પાડતા ઉઘોગો,વેપારી, વાણિજ્ય સંસ્થા-દુકાનો,કોન્ટ્રાકટરો,હોટલો,આઉટસોર્સીંગથી સ્ટાફ પુરો પાડતી એજન્સીઓ તેમના તમામ પ્રકારના કામદારોને લોકડાઉનના સમય દરમિયાન ઉઘોગો,વેપારી/વાણિજ્ય સંસ્થા-દુકાનો બંધ રહયા હોય તો પણ કામના માટે નિયત થયેલ મહેનતાણું,નિયત થયેલ તારીખે કોઇપણ પ્રકારની કપાત વગર પુરેપુરૂ ચૂકવવાનું રહેશે તેમજ કામદારો, શ્રમિકો, સ્થળાંતર થતા લોકો સહિત કે જે ભાડાથી રહે છે તેમના રહેણાંક મકાનના માલિકોએ એક મહિના સુધી ભાડુ માંગવાનું રહેશે નહીં.
લોકડાઉન દરમિયાન પણ કર્મચારીઓને મહેનતાણુ ચૂકવવાનું રહેશે, ડાંગ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ - ડાંગમાં લોક઼ા
સમગ્ર ગુજરાત રાજ્યમાં તેમજ ભારત દેશમાં કોરોના વાઇરસ COVID-19 ફેલાયેલો છે. જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાયેલી છે. જે બાબતે ભારત સરકારશ્ તથા ગુજરાત સરકાશ્રી દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાઇરસ ફેલાતો અટકાવવા વિવિધ માર્ગદર્શિકા જાહેર કરેલી છે.
જો કોઇ મકાન માલિક તેમના મકાનમાંથી ભાડે રહેતા શ્રમિકો અને વિઘાર્થીઓને તેમની માલિકીની જગ્યા છોડવાનું કહેશે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઇ અનુસાર પગલા લેવામાં આવશે. કોઇપણ ઉઘોગો,વેપારી/વાણિજ્ય સંસ્થા-દુકાનો,કોન્ટ્રાકટરોએ તેમના શ્રમિકોને બળજબરી પૂર્વક કામના રહેઠાણના સ્થળોને છોડવાનું કહી શકશે નહીં. આ પ્રકારના શ્રમિકોને રહેવા તથા જમવાની વ્યવસ્થા તેઓ જે સ્થળે કામ કરતા હોય તે સ્થળના માલિકે કરવાની રહેશે.
આ જાહેરનામું સમગ્ર ડાંગ જિલ્લાના તમામ વિસ્તારમાં લાગુ પડશે. આ હુકમ તા. 3 એપ્રિલ થી તા. 14 એપ્રિલ સુધી અમલી રહેશે. આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-51 થી 58 તથા ભારતીય દંડ સંહિતાની કલમ-188ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર રહેશે. આ હુકમ અન્વયે ડાંગ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પાંચ (5) વર્ષથી વધુ સેવામાં હોય તેવા પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોઘ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે.