ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લાની સેન્ટ ઝેવિયર સોશિયલ સર્વિસ સોસાયટી દ્વારા ગરીબોને કીટ વિતરણ કરાઇ - સેન્ટ ઝેવિયર સોશિયલ સર્વિસ સોસાયટી

ડાંગ જિલ્લાના શામગહાન સેન્ટ ઝેવિયર સોશિયલ સર્વિસ સોસાયટી દ્વરા લોકડાઉનમાં નિ:સહાય બનેલા ગરીબ લોકોને અનાજ કુચનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકડાઉનના દરેક તબક્કાઓ દરમિયાન સમયાતંરે આ સોસાયટીના લોકો દ્વારા બેરોજગાર અને ગરીબ લોકો સુધી અનાજ પહોંચાડવામાં આવ્યું હતું.

ડાંગ જિલ્લાની સેન્ટ ઝેવિયર સોશિયલ સર્વિસ સોસાયટી દ્વારા ગરીબોને કીટ વિતરણ કરાઇ
ડાંગ જિલ્લાની સેન્ટ ઝેવિયર સોશિયલ સર્વિસ સોસાયટી દ્વારા ગરીબોને કીટ વિતરણ કરાઇ

By

Published : May 27, 2020, 8:28 PM IST

ડાંગ:જિલ્લાના શામગહાન સ્થિત સેન્ટ ઝેવિયર સોશિયલ સર્વિસ સોસાયટીના મેમ્બર દ્વારા લોકડાઉનમાં ડાંગ જિલ્લાના અંતરીયાળ વિસ્તારના ગરીબ અને નિ:સહાય લોકોની મદદ કરવામાં આવી હતી. લોકડાઉનના કારણે હાલ લોકોના ધંધા રોજગાર ઠપ્પ થઇ ગયા છે સાથે જ રોજનું કમાઇ ખાનાર લોકોની રોજગારી બંધ થઇ જતા તેઓની સામે રાશનનો પ્રશ્ન ઉદ્દભવ્યો હતો.

ડાંગ જિલ્લાની સેન્ટ ઝેવિયર સોશિયલ સર્વિસ સોસાયટી દ્વારા ગરીબોને કીટ વિતરણ કરાઇ

ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેશન કાર્ડ ધારકોને મફતની અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું. તો સાથે જ અલગથી અનાજ કીટો પણ વિતરણ કરવામાં આવી હતી. આ સાથે જ સરકારની સાથે સેવાભાવી સંસ્થાઓ NGO તેમજ સેવાભાવી લોકો ગરીબ લોકોના વહારે આવ્યા હતા.

ડાંગ જિલ્લાની સેન્ટ ઝેવિયર સોશિયલ સર્વિસ સોસાયટી દ્વારા ગરીબોને કીટ વિતરણ કરાઇ


લોકડાઉનમાં નિ:સહાય બનેલા ડાંગ જિલ્લાના મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા ગામડાઓમાં શામગહાન સેન્ટ ઝેવિયર સોશિયલ સર્વિસ સોસાયટી દ્વારા અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું. લોકડાઉનના દરેક તબક્કાઓમાં આ સંસ્થા દ્વારા ગરીબ લોકો સુધી અનાજ પહોંચાડવામાં આવ્યું છે. અત્યાર સુધી 500 થી વધારે અનાજ કીટો ખાસ જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચાડવામાં આવી છે. હાલમાં જ ડાંગના વધઇ તાલુકામાં સમાવિષ્ટ નડગચોંડ અને સુળ્યીબરડાં ગામના લોકોને 67 જેટલી અનાજ કીટો આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details