ગુજરાત

gujarat

By

Published : Apr 15, 2020, 9:45 PM IST

ETV Bharat / state

ડાંગમાં 1,170 દિવ્યાંગોને ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાએ અનાજની કીટનું વિતરણ કર્યુ

ડાંગમાં 1,170 દિવ્યાંગોને ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

etv Bharat
ડાંગ: 1,170 દિવ્યાંગોને ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાએ અનાજની કીટનું વિતરણ કર્યુ

ડાંગ: વિશ્વભરમાં કોરોના વાઇરસની ભયાનકતાને લઇને સમગ્ર વિશ્વએ લોકડાઉનના પગલા લીધા છે. ભારત દેશમાં પણ આવા કપરા સમયે ગરીબ,મજૂર વર્ગ તેમજ જરૂરિયાતમંદ લોકો ભુખ્યા ન રહી જાય તે માટે સરકાર દ્વારા અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે ડાંગમાં દિવ્યાંગોને ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ડાંગ જિલ્લા સેવાસદન આહવા ખાતે સુરતના પદ્મશ્રી ર્ડા.કનુભાઇ ટેલર,કલેકટર એન.કે.ડામોર,પ્રયોશા પ્રતિષ્ઠાનના પી.પી.સ્વામીજી,પો.સબ ઈન્સ્પેકટર જી.આર.જાડેજા દ્વારા બુધવારે દિવ્યાંગો માટેની કિટ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ડાંગ: 1,170 દિવ્યાંગોને ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાએ અનાજની કીટનું વિતરણ કર્યુ

જેમાં શાળામાં રહેતા બાળકો તેમજ ભૂતપૂર્વક દિવ્યાંગોને પણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ડાંગની સાથે સાથે સૂરતમાં પણ દિવ્યાંગોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details